________________
આથી
‘હે સ્વચ્છંદચારિણી ! આજે જ મારા ઘરમાંથી નીક્ળી જા અને તારા પિતાને ઘેર ચાલી જા અહીં તો ઉભી જ ન રહે, કારણકે આ સ્થાન તારા જેવી કુલ્ટાઓ માટે
રહેવા યોગ્ય નથી.'
વિચારશૂન્ય અને વિવેકહીન વડીલ, પોતાના વડીલપણાનો કેવો અને કેટલો દુરૂપયોગ કરે છે, એ આ ‘કેતુમતી’ની દશા આપણને સારામાં સારી રીતે સમજાવી શકે છે. ‘જે મારો પુત્ર તારું નામ પણ નહોતો લેતો, તેની સાથે તારો સંગમ શી રીતે થાય ?’ આ પ્રકારે બોલનારી પોતે, એ નથી વિચારી શકતી કે ‘તો પછી પોતાના જ પુત્રના નામથી અંકિત થયેલી મુદ્રિકા આના હાથમાં આવે ક્યાંથી ?' આવો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વિના જ, એ વડીલ અને એક રીતે માતા જેવી જ ગણાતી સાસુએ, પોતાની જ પુત્રવધૂ ઉપર ભયંકર આરોપો મૂકી દઈને, તરત ને તરત જ પોતાનું ઘર છોડીને ચાલી જ્વાનો પણ હુકમ સંભળાવી દીધો.
આ રીતે કોઈપણ પ્રકારનો વિચાર કરવાની કે યોગ્ય તપાસ કરવાની ધીરજ ધર્યા વિના, ગમે તેવા આક્ષેપો કરનારા અને ગમે તેવા હુક્મો ફરમાવનારા વડીલો, ખરેખર જ પોતાના વડીલપણાને લજવે છે અને હિતૈષી હેવરાવીને હિતશત્રુપણાનું કાર્ય કરે છે, એમાં એક લેશ પણ શંકા નથી. પોતાની ઉત્તમતા અને મહત્તાનું પ્રદર્શન કરતા યોગ્ય આત્માઓનો નાશ થઈ જાય તેની પણ કાળજી ન કરવી, એનું નામ નથી વડીલપણું કે નથી હિતૈષીપણું !
વડીલપણું કે હિતેષીપણું તો તેનું નામ છે કે જે નિરંતર યોગ્ય આત્માની યોગ્યતાને પ્રમાદથી પણ ટક્કર ન લાગી જાય, તેની પૂરેપૂરી કાળજી ધરાવે. વડીલપણુ કે હિતેષીપણું અયોગ્યની અયોગ્યતાનો નાશ કરવામાં રક્ત હોય છે, તેટલું જ નહિ પણ તેથીયે અધિક યોગ્યની યોગ્યતાનું સંરક્ષણ અને પોષણ કરવામાં આસક્ત હોય છે. આ દશા વિના વડીલપણું કે હિતેષીપણું એક ક્ષણ પણ ટકી શકતું નથી.
૨૭૫
રાક્ષશવંશ અને વાનરવંશ
ક્રૂર કર્મની મશ્કરીઃ૫વનંજય અને અંજના...૭