________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ,
' રજોહરણની ખાણ ** ભાગ્યશાળીઓ ! તમને આ કેતુમતી' માં અત્યારે એ વડીલપણાને કે હિતેષીપણાનો એક અંશ પણ દેખાય છે ? જો કે આ બધું બને છે તેમાં શ્રીમતી અંજનાસુંદરીના અશુભોદયનો પ્રતાપ પૂરેપૂરો છે, પણ એથી કેતુમતી’ ની પદ્ધતિનો બચાવ કોઈપણ પ્રકારે થઈ શકે તેમ નથી. જયાં થોડો પણ હિતાહિતનો વિચાર નથી, ત્યાં વડીલપણું કે હિતેષીપણું શી રીતે હોઈ જ શકે? અને એ નહિ રહેવાના કારણે જ આવેશમાં ચઢેલી ‘કેતુમતી' માત્ર બોલીને જ અટકી નહિ, પણ એ પ્રકારનો તિરસ્કાર કર્યા પછી રાક્ષસીની માફક નિર્દય બનેલી તેણે, પોતાના સેવકોને હુકમ કર્યો કે ‘આ અંજનાને તેના પિતાને ઘેર મૂકી
આવો.' | ‘કેતુમતી'ની આજ્ઞાને આધીન એવા તે નોકરોએ તો કેતુમતી'ની
આજ્ઞાને શિરોધાર્ય કરવી જ રહી અને તેથી જ તેઓ વસંતિલકા સહિત અંજ્ઞાને વાહનમાં બેસાડી. “માહેન્દ્ર નગર કે જે શ્રીમતી અંજનાસુંદરીના પિતાનું નગર છે, તેની પાસે લઈ ગયા અને ત્યાં આગળ ગયા પછી જેઓની આંખોમાં આંસુ ઉભરાઈ ગયા છે તેવા તે નોકરીએ, વસંતતિલકા સાથે અંજનાનો ત્યાં આગળ એટલે માહેન્દ્રનગરની પાસે ત્યાગ કર્યો. તે પછી તે નોકરોએ શ્રીમતી અંજનાસુંદરીને માતાની જેમ નમસ્કાર કર્યો આ રીતે કરવા પડેલા ત્યાગના અપરાધની ક્ષમા માંગી અને તે પછી તેઓ પાછા ગયા કારણકે-સેવકો સ્વામિની જેમ સ્વામિના અપત્ય (સંતાન) ઉપર પણ સમાનવૃત્તિવાળા હોય છે.
બીજો પ્રસંગ : પિતાદિકનો ફિટકાર ‘કેતુમતી' ની આજ્ઞાથી નોકરો શ્રીમતી અંક્લાસુંદરીને તેના પિતાના નગરની બહાર મૂકીને અને પોતાના નોકર ધર્મને બજાવીને પાછા ચાલ્યા ગયા, સાસુના આ આચરણથી શ્રીમતી અંજનાસુંદરીના દુ:ખનો