________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૨૭૪
અત્રે
કુળને કલંક લાગે એવું કશું જ કર્યું નથી, પણ આપના જ પુત્ર આવ્યા હતા, અને એમના જ યોગે મને આ ગર્ભ રહ્યો છે તથા ગર્ભ રહેવાથી કોઈપણ દુર્જન કલંક દેવામાં ફાવી ન જાય, એજ માટે આપના પુત્ર આ પોતાના નામથી અંકિત થયેલી પોતાની મુદ્રિકા મને આપી ગયા છે તે આપ જુઓ અને નિ:શંક થાઓ, પણ કૃપા કરીને નિષ્કારણ આપ કોપાયમાન ન થાઓ.’
પણ જયાં સાંભળ્યા કે સમજયા વિના સાક્ષેપ કરવામાં જ શ્રેય મનાયું હોય, ત્યાં ગમે તેવા સાચા બચાવની પણ અસર થતી જ નથી અને જયારે અશુભનો તીવ્ર ઉદય હોય, ત્યારે તો સાચો બચાવ પણ વિપરીતપણે પરિણામ પામે છે ! એ જ ન્યાયે મુદ્રિકાને જોવાથી તો ‘તુમતી’ નો ગુસ્સો વધી ગયો એટલે મુદ્રિકા બતાવી લજ્જાથી નમ્ર મુખ કરીને ઉભેલી શ્રીમતી અંજ્ઞાસુંદરી ઉપર ફરીથી પણ તિરસ્કારનો વરસાદ વરસાવ્યો અને આવેશ તથા ક્રોધમાં આવીને ભયંકર શબ્દોમાં સંભળાવી દીધું કે
X X X X X X X X X X X X X ૨
યસ્તેડગ્રહીમ નામાવિ, જ્યં તે તેન સંગમઃ ૧ “સંયુનીયનામેળ, પ્રતાયસિ ના યમ્ પ્રતાળાપ્રવારાન્ હૈ, વહુબ્નાનંતિ પાંસુનાઃ ૫૨૨૫'' “મગૃહાદ્ય નિર્વાચ્છ, ગચ્છ,સ્વચ્છંહવારિભિ ! पितुर्वेश्मनि मात्रस्थाः, स्थानमेतन्नहीदृशम् ||३||"
""
“જે મારો પુત્ર તારું નામ પણ ગ્રહણ ન્હોતો કરતો, તેની સાથે તારો સંગમ થાય શી રીતે ?”
માટે
“એક માત્ર મુદ્રિકા બતાવીને જ તું અમને શા માટે ઠગે છે ? તું એ રીતે ઠગવા ઈચ્છે તો પણ અમે ઠગાવવાનાં નથી, કારણકે ‘વ્યભિચારિણી સ્ત્રીઓ ઠગવાના ઘણા પ્રકારો જાણે છે' એ વાતને અમે સારી રીતે જાણીએ છીએ.'