________________
જૈન રામાયણ ૪૦
રાક્ષસવંશ અને વાનરવશ ભાગ-૧
જ રજોહરણની ખાણ * હે પિતાજી ! આપ અત્રે જ વિરાજો. હું શ્રી રાવણના મનોરથને પૂર્ણ કરીશ, કારણકે હું આપનો જ પુત્ર છું. અર્થાત્ - આપનો આ પુત્ર આપ જે ઈરાદે જવા તૈયાર થયા છો, તે ઈરાઘને સંપૂર્ણપણે સફળ કરશે. માટે આપ નિશ્ચિતપણે અત્રે જ વિરાજો."
આ પ્રમાણે ઘણા જ આગ્રહપૂર્વક કહીને અને પોતાના પિતાને મનાવીને તથા એક અંજનાને છોડી સઘળા લોકોને પ્રેમપૂર્વક બોલાવીને, તે પવનંજયે પોતાની નગરથી શ્રી રાવણને સહાય કરવા માટેની ચાલવાની તૈયારી કરી અને ચાલવા પણ માંડ્યું.
‘પોતાના પતિ શ્રી રાવણની સહાય માટે યુદ્ધે ચઢવા જાય છે.' - એવી વાત લોકોના મુખથી સાંભળીને, પોતાના પતિના દર્શન માટે ઉત્સુક બનેલી શ્રીમતી અંજનાસુંદરી, આકાશના શિખર ઉપરથી ઉતરીને જેમ દેવી જુએ, તેમ પ્રાસાદ ઉપરથી નીચે ઉતરીને પોતાના પતિને જોવા માટે, પુતળીની જેમ સ્થંભનું અવલંબન લઈને અસ્વાથ્યના યોગે દુઃખિત આશયવાળી થઈ થકી અનિમેષ નેત્રે ઉભી રહી.
વિચારો કે સતિપણાની ઉપાસક સ્ત્રીની મનોદશા કેવી હોય છે ? જે પતિએ પરણવા માત્રથી જ સ્વીકાર કરીને પોતાનો સર્વ પ્રકારે ત્યાગ
ર્યો છે અને બાવીસ વર્ષો વીતવા છતાંપણ જેણે એક પણ દિવસ વચન માત્રથી પણ ખબર નથી લીધી, એટલું જ નહિ પણ પોતાની સામે દૃષ્ટિપાત સરખો પણ નથી કર્યો તથા યુદ્ધમાં જવાના સમયે પણ સર્વ માણસોની ખબર લીધી પણ પોતાની ખબર નથી લીધી, તે છતાં પણ તે પતિના દર્શન માટે ઉત્સુક બનવું, એ જેવી તેવી મનોદશા નથી. અસ્વસ્થ ચિત્તે ઊભી રહેલી શ્રીમતી અંજના સુંદરીને પવનંજયે જે અવસ્થામાં જોઈ તેનું નિરુપણ કરતાં કહ્યું છે કે
“દ્વારસ્તંમનિષા, પ્રતિવāન્દ્રવંશમ્ ? નુતનવસંછન્ન-નનાટાં નિર્વિવાન્ ?”