________________
‘હે સુંદરી ! હવે તું ખેદ ન કરીશ અને જયાં સુધીમાં હું રાવણનું કામ કરીને આવું, ત્યાં સુધી તું સખીથી વીંટાઈને સુખપૂર્વક રહે.”
પતિના આ કથનને સાંભળીને પતિવ્રતા શ્રીમતી અંજ્ઞાસુંદરી, વિનયભર્યા સદ્ભાવપૂર્વક કહે છે કે
‘પરાક્રમી એવા આપનું તે કાર્ય તો સિદ્ધ થઈ જ ચૂકેલું છે, કારણકે આપના જેવા પરાક્રમી પુરુષ માટે કોઈપણ કાર્ય અસાધ્ય નથી માટે કૃતાર્થ થઈને જો મને આપ જીવતી જોવા ઈચ્છતા હો તો આપ શીઘ્ર પધારજો, કારણકે હવે હું આપના વિના ચિરકાળ જીવી શકું તેમ નથી. વળી બીજી વાત એ છે કે આજે હું ઋતુસ્નાતા થયેલી છું એટલે ગર્ભ રહેવાનો સંભવ ગણાય અને જો તે સંભવ મુજબ ગર્ભ રહી જાય, તો આપની ગેરહાજરીમાં શિશુનો મારી ઉપર અવશ્ય અપવાદ મૂકે, માટે આપે જેમ બને તેમ જલ્દી જ પાછા આવવું જોઈએ.'
પોતાની પત્નીના આવા કથનને સાંભળી તેના હૃદયનું સમાધાન કરવા માટે પવનંજયે કહ્યું કે
‘હે માતિનિ ! તું બેફીકર રહે, કારણકે હું જલ્દી આવીશ અને મારા આવ્યા પછી તારા ઉપર કયો એવો ક્ષુદ્ર માં છે, કે જે અપવાદ મૂકી શકશે ? અથવા મારા આગમનને સૂચવનારી મારા નામથી અંકિત થયેલી આ મુદ્રિકાને તું ગ્રહણ કર, એટલે કે લઈને તારી પાસે રાખ અને કદાચ એવો સમય આવી જાય, તો મારા આગમનની ખાત્રી આપવા માટે આ મુદ્રિકા તું બતાવજે.'
આ પ્રમાણે કહીને અને મુદ્રિકા આપીને પવનંજય માનસ સરોવર ઉપર રહેલી પોતાની છાવણીમાં ગયો અને ત્યાંથી પણ સેનાની સાથે દેવતાની જેમ આકાશમાર્ગે લંકા નગરીમાં જઈને રાવણને નમ્યો. તે પછી કાન્તીની સાથે જેમ સૂર્ય જાય તેમ શ્રી રાવણ પણ સેનાની સાથે પાતાળમાં પેસીને વરુણ તરફ ગયો.
૨૭૧
રાક્ષશવંશ અને વાનરવંશ
ક્રૂર કર્મની મશ્કરી:પવનંજય અને અંજના...૭