________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ -
- ૨૫૦
રજોહરણની ખાણ તે અંજનાને જોતો તે પ્રફ્લાદ રાજાનો નંદન પવનંજય એકદમ વિચારવા લાગ્યો કે દુર્બુદ્ધિવાળી આ અંજનાનું નિર્લજ્જપણું અને નિર્ભીકપણું કેવું છે ! ખરેખર, દુર્બુદ્ધિવાળી આ અંજનાનું નિર્લજ્જપણું અને નીર્ભકપણું ભલભલાને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું છે !”
અથવા
“આ અંજનાનું દુર્મનપણું મેં પ્રથમ જાણેલું જ છે. અને મારે જે આની સાથે પરણવું પડયું છે તે મારી પોતાની ઈચ્છાથી નહિ, પણ માતા-પિતાની આજ્ઞાના ઉલ્લંઘનના ભયથી જ.”
વિચારો કે અશુભોદયની કેવી ભયંકરતા હોય છે? જે દશામાં જોઈને પ્રેમ અને સદ્ભાવ પેદા થવો જોઈએ, તે જ દશામાં અંજનાસુંદરીને જોઈને પણ પવનંજયના અંતરમાં ઉલ્ટો જ આભાસ થયો અને એથી તેના પ્રત્યે એકપણ અક્ષરનો ઉચ્ચાર કર્યા વિના તેણે તદ્દન જ બેદરકારીથી આગળ ચાલવા માંડ્યું જ્યારે મહાસતી શ્રીમતી અંજનાસુંદરીએ પોતાના પતિને ભયંકર બેદરકારીથી ચાલતો જોયો હશે, ત્યારે તે મહાસતીના અંતરમાં શું શું થયું હશે ? તે તો તે જાણે, અગર જ્ઞાની મહારાજા જાણે !
અંજનાસુંદરીની વિજ્ઞપ્તિ : આ રીતે બોલ્યા કે ચાલ્યા વિના પવનંજય આગળ વધે તે પહેલા જ, શ્રીમતી અંજનાસુંદરી તેના ચરણોમાં પડીને અંજલિ રચવાપૂર્વક બોલી કે
X X X X X X X X X X X X X X X X X त्वया संभाषितः सर्वो - ऽप्यहं तु न मनागपि ॥१॥" विज्ञप्यसे तथापि त्वं, विस्मायां नह्यहं त्वया । पुनरागमनेनाशु, पंथानः संतु ते शिवाः ॥२॥"