________________
જૈન રામાયણ ૨૦૦
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
રજોહરણની ખાણ ધરનારી સ્ત્રીઓ વિશ્વપૂજય બને, એમાં આશ્ચર્ય પણ શું છે? વિશ્વનાં દષ્ટાંતરૂપ બની હોય તો તે આવી જ સ્ત્રીઓ ! સ્ત્રીઓ એ આર્યદેશને ઉજાળ્યો છે. આવી જ સ્ત્રીઓ, એ આર્ય દેશનો અનુપમ શણગાર છે. જે દેશમાં અને જે કાળમાં આવી સ્ત્રીઓ હોય છે, તે દેશ અને તે કાળ ખરેખર જ સુદેશ અને સુકાળ ગણાય છે. આ જ સ્ત્રીઓ પ્રાતઃસ્મરણીય બની જાય છે, અને બાવા યોગ્ય છે ! પણ આથી વિપરીત માર્ગે વિચરનારી સ્ત્રીઓ જે કાળમાં અને જે દેશમાં પ્રાતઃસ્મરણીય બનવા લાગે છે, તે દેશનો તે કાળમાં નાશ થવો એ કાંઈ નવી વસ્તુ નથી. ખરેખર, યથેચ્છ ફરનારી સ્ત્રીઓની પૂજા એ જ નાશનો રાજમાર્ગ છે. જયારે દુનિયામાં સ્ત્રીઓ સ્વૈરિણી બને છે અને પુરુષો સ્વતંત્રતાના નામે અંકુશહીન અને ઉચ્છંખલ બની જાય છે. ત્યારે ખરેખર જ દુનિયાનું આવી બને છે. એવી સ્ત્રીઓ અને એવા પુરુષો ખરેખર, આ દુનિયા ઉપર ભારરૂપ અને શ્રાપરૂપ છે. આથી એવી સ્ત્રીઓ અને એવા પુરુષોનો મહિમા જો વધતો જતો હોય, તો તેનો પ્રતિરોધ કરવો જોઈએ અને વ્યાપ્યો હોય તો તેનો વિનાશ કરવો જોઈએ, સુશીલ સ્ત્રીઓ અને સુશીલ પુરુષોનો એ પરમ ધર્મ છે, કારણકે એમાં જ વિશ્વનું કલ્યાણ સમાયેલું છે.
શ્રીમતી અંજનાના ઉદ્ગારો આવી દુર્દશામાં પડેલી છતાં શ્રીમતી અંક્લાસુંદરીને પોતાના શીલની રક્ષાનો કેટલો ખ્યાલ છે, તે ખાસ જોવા અને વિચારવા જેવું છે. આવી વિપત્તિમાં પડેલી હોવા છતાં શ્રીમતી અંજનાસુંદરી પોતાના મકાનમાં કોઈ પુરુષ પેઠો, એવું જોતાની સાથે જ શું વિચારે છે અને શું બોલે છે તે ખાસ જોવા જેવું છે.
પોતાના મકાનમાં આવેલા પુરુષને જોઈને અકસ્માત વ્યંતરની માફક અહીં કોણ આવ્યો?' એ પ્રમાણે ભય પામવા છતાં પણ તેણે ઘેર્યનું અવલંબન કરીને બોલવા માંડયું કે