________________
જૈિન રામાયણઃ .
$: :
રજોહરણની ખાણ ૨૬૬
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જવું જોઈએકારણકે આત્માના ઉદય માટે એ જ એક કલ્યાણને કરનારો ધોરી માર્ગ છે પણ જો એ માર્ગનું અવલંબન કરવા જેવી મનોદશા ન જ હોય, તો તેણે સુભાયં બનવું જોઈએ, પણ કુભાર્યા તો ન જ બનવું જોઈએ. કુભાર્યાપણું એ આત્માને ઘણી જ અધોગતિએ પહોચાડનાર છે. એ જ રીતે છોકરાઓ પણ જો સંયમધર થવાને બદલે ઘરમાં રહેવા જ ઈચ્છતા હોય, તો તેઓએ માતા-પિતાદિ હિતેષી વડીલોની કરડામાં કરડી પણ સેવા ઉઠાવવી જોઈએ.
આથી સ્પષ્ટ જ છે કે જે દીકરાઓ સ્ત્રીઓ માટે માતાપિતાની અવગણના કરનારા છે, તે દીકરાઓ કુળદીપકો નથી જ ગણાતા. જેમ સ્ત્રીઓએ સુભાર્યા થવા માટે પતિની એકેએક યોગ્ય આજ્ઞાને ઉઠાવવી જોઈએ અને તેના તરફથી ગમે તેટલી કષ્ટમય દશા ભોગવવી પડે તે છતાં, સુભાર્યાપણું ન તજવું જોઈએ, તેમજ દીકરાઓએ પણ માતા-પિતાદિની એકેએક યોગ્ય આજ્ઞાને ઉઠાવવી જોઈએ અને ગમે તેવી વિષમદશામાં પણ સુપુત્રપણું જ તજવું જોઈએ. આ સ્થિતિને કેળવવામાં જ ઉભય લોકની શુદ્ધિ છે, પણ આથી વિરૂદ્ધ વર્તવામાં નથી જ. હવે વિચારો કે
‘શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માટે મા-બાપનો ત્યાગ કરનારને ઠપકો હોય કે સ્ત્રી માટે મા-બાપને લાત મારનારને ઠપકો હોય?”
એવી રીતે એ મા-બાપોને લાત મારનારા કુપુત્રોને પકડ્યા? એવાઓને ઠપકો આપ્યો ? નહિ જ. આ તો જયાં શ્રી ક્લેિશ્વરદેવનો હુક્યું છે, ત્યાં દીવાલ ખડી કરવામાં આવે છે અને જયાં નિષેધ છે, ત્યાં પુલ બંધાય છે. આવા આત્માઓ તો જૈનત્વના લીલામની સાથે, ખરેખર, મનુષ્યપણાનું પણ લીલામ જ કરે છે ! પણ મોહનો પ્રભાવ જ કોઈ અજબ જ છે કે એવા દીકરાઓને મા-બાપ 'હારો મારો' કરે છે ! અને સુભાયંપણું ત્યજી દેતી સ્ત્રીઓને પતિઓ હારી મહારી' કરે છે !