________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૨૬૮
મહાસતીઓના જીવનને આદર્શ બનાવનારી સ્ત્રીઓ, કોઈપણ કલ્યાણકારી પંથે વિચરતા કે વિચરવા ઇચ્છતા પતિની આડે આવવાનું ઇચ્છે જ નહિ. એવા પતિ પ્રત્યે તો તેવી સ્ત્રીઓના હૃદયમાંથી સદ્ભાવનાના ઝરા જ વહ્યા કરે. પોતાનો પતિ અને એનું પરમાત્માના પંથે ગમન, એ જાણીને તો તેવી સ્ત્રીઓની છાતી ગજ ગજ ઉછળે અને એ એવા આનંદસાગરમાં ડુબી જાય, કે જેથી તેની સઘળી વિષયવાસનાની કાલિમાઓ ધોવાઈને સાફ થઈ જાય અને પરિણામે પતિની ઉત્તમ કરણીઓનું અનુકરણ કરી, તેઓ પણ પોતાનો આત્મવિકાસ સાધે. ખરેખર, કુલીન સ્ત્રીઓનું આ જ ભૂષણ છે. આથી વિપરીત વર્તાવમાં તો ખરેખર જ ક્લીનતાનું લીલામ છે અને કુલીનતાનું લીલામ કરીને જીવી શકનારી સ્ત્રીઓ મનુષ્યરૂપમાં આવ્યા છતાંપણ રાક્ષસીરૂપે જ જીવનારીઓ છે, એમ હેવામાં કશી જ અતિશયોક્તિ નથી.
આ શ્રીમતી અંજ્ઞાસુંદરીના પ્રસંગને ધ્યાનમાં રાખીને વિચારો કે - ‘આજે કેવું ભયંકર શિક્ષણ સ્ત્રીસમાજ્યે કયે સ્તરે દોરી રહ્યું છે, એ ખાસ વિચારવાની જરૂર છે. આજે સ્વતંત્રતાના બહાને સ્ત્રીઓને ખુલ્લે ખુલ્લા ફરવાનો, બહાર આવવાનો અને જેની તેની સાથે વાર્તાલાપ કરવાનો ઉપદેશ અપાઈ રહ્યો છે અને એમ કરવામાં જ ઉદય છે એમ સમજાવવામાં આવે છે એનું પરિણામ કેવા ભયંકર વિપ્લવમાં આવશે એની સામે આંખમીંચામણાં કરવા એ શાસ્ત્રાનુસારી સજ્જ્ઞોને કોઈ પણ રીતે પાલવે તેમ નથી. સ્ત્રીઓ, એ રત્નોની નેતાઓ છે અને એના જીવનને કેવું અને કેટલું મર્યાદાશીલ રાખવું જોઈએ એનો વિચાર કરવાનું આના ક્રાંતિવાદીઓએ માંડી વાળ્યું છે. આજ્ના ક્રાંતિવાદીઓ તો ધર્મના ભોગે પણ સ્વતંત્ર થવાનું ઇચ્છી રહ્યા છે, પણ તેઓને ભાન