________________
ખરેખર, આ દશામાં ઉદ્ધાર શી રીતે થાય ? આ દશામાં દરેકે દરેક કલ્યાણના અર્થીએ પોતાના આત્માને મોહના પાશથી છોડાવી, શ્રી વીતરાગના ચરણે જ સમર્પી દેવો જોઈએ અને જો તે સ્થિતિ પામી શકાય તેવી તાકાત ન જ હોય, તો સર્વ પ્રકારે મોહને આધીન ન થતાં, મોહથી બચતા રહી, જલ્દી છુટાય તેવા જ પ્રયત્નો આદરવા જોઈએ.
હવે આપણે એ જોવા માગીએ છીએ કે પતિભક્તા શ્રીમતી અંક્લાસુંદરી, આવા પ્રસંગે પણ પતિભક્તિનો કેવો અનુપમ દાખલો બેસાડે છે ? કારણકે આ સમયે ઘણી જ થોડી સ્ત્રીઓ પોતાના સ્વભાવ ઉપર કાબુ ધરાવી શકે છે. મહાસતી અંક્લાસુંદરી તો પોતાના પતિને માફી માંગતા જોઈને, અતિ નમ્રતાથી કહેવા લાગી કે
“આવોવર્દનાબેવં, નાથ ! માં સ્ત્ર પ્રવાસ્ટિમ્ ? सदैव तव दास्यस्मि, क्षामणानुचिता मयि ॥१॥"
હે નાથ ! આપ આ પ્રમાણે ન બોલો હું તો સદાને માટે આપની ઘસી જ છું આથી મારી પાસે આપે ક્ષમાપના માગવી અનુચિત છે. અર્થાત્ ઘસી પાસે સ્વામિએ ક્ષમાપવા માગવાની હોય જ નહિ, કારણકે ક્ષમાપના તો ઘસીએ જ કરવાની હોય પણ સ્વામિએ નહિ.”
• બાવીસ-બાવીસ વરસ સુધી વગર અપરાધે રીબાવનાર પતિ પ્રત્યે આ પ્રકારનો વિનય એ શું દૃષ્ટાંતરૂપ નથી ? પોતે વિષયની પિપાસુ છતાં અને પતિ પણ તેવો જ છતાં, તેની પાસેથી બાવીસ બાવીસ વરસ સુધી પોતાના હક્ની પૂર્તિ નથી થઈ, એટલું જ નહિ પણ ભયંકર યાતનાઓ જ સહવી પડી છે, તે છતાંય તેની ફરિયાદ સરખી પણ છે? એવો વિચાર સરખો પણ હૃદયમાં થયો છે ? જયાં એવો વિચાર પણ ન હોય, ત્યાં ઉદ્ગારની વાત તો હોય જ શાની ? ખરેખર, આ દૃષ્ટાંત ઉપરથી ધારે તો આજની કુલીન સ્ત્રીઓ ઘણું-ઘણું શીખી શકે તેમ છે. રાગી છતાં ઈચ્છાપૂર્તિ નહિ કરનાર પતિ પ્રત્યે આ પ્રકારનું વર્તન હોવું જોઈએ, તો વિરાગી પ્રત્યેતો કેવીય જાતિનું વર્તન હોવું જોઈએ તે ઘણું જ વિચારણીય છે. ૨૦૭ રાક્ષશવંશ ૨૬ અને વાનરવંશ (ર
ફૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજતા...૭