________________
"महोषाढीदृशीमागा, दुःसहां दुर्दशां प्रिये ! । મૃત્યું પ્રપ્તાહિ મલ્મઃ , સ્તોdodળુocર મૃત્યુના ૨ ”
“એ પ્રિયે ! ખરેખર, હું હતો તો અજ્ઞાન જ છતાં પણ મેં પોતાને પંડિત માનીને નિર્દોષ એવી તારી ઉપર શેષનું આરોપણ કર્યું અને તેમ કરીને વિવાહથી માંડીને આજ સુધી મેં તારી અવગણના કરી છે.”
આથી
ખરેખર હે પ્રિયે ! મારા જ દોષથી તું આવી દુસહ દુર્દશાને પામી છે અને આ દુઃસહ દુર્દશાના યોગે મૃત્યુના મુખમાં પહોચેલી પણ તું બચી ગઈ છે. એમાં પ્રભાવ મારા ભાગ્યનો છે અર્થાત્ મારા ભાગ્યના યોગે જ તું જીવતી રહી છે.”
આ પ્રકારે બોલનાર મારા પતિ જ છે, એમ ઓળખીને શ્રીમતી અંજનાસુંદરી લજ્જાવતી બની ગઈ અને તેનું મુખ પણ નીચે પડી ગયું. આ રીતે લજ્જાથી નીચા મુખવાળી બનેલી તે પલંગની ઈસનું અવલંબન કરીને ઉભી થઈ ગઈ.
આ રીતે ઉભી થયેલી પોતાની પત્નીને, હાથી જેમ સુંઢથી લતાને વીંટાઈ જાય, તે રીતે પવનંજય ભૂજાથી વીંટાઈ ગયો અને વલયની જેમ ભુજાથી તે પોતાની પત્નીને ગ્રહણ કરતો પર્યક ઉપર બેઠો.
અને ફરીથી પણ કહેવા લાગ્યો કે હે પ્રિયે અતિ શુદ્રબુદ્ધિવાળા મેં અપરાધ રહિત એવી તને ખેદ પમાડ્યો છે. છતાંપણ મારા તે અપરાધને તું સહી લે, એટલે મારા તે અપરાધની તું ક્ષમા આપ.'
આવી પદ્ધતિથી પતિ જયારે ક્ષમાપના માગતો આવે, તે સમયે પત્નીઓ પોતાનું પત્નીપણું સાચવી શકે, એ જ સાચી પતિભક્તિ છે. વરસો સુધી વિયોગને સહન કરનાર અને તે છતાંપણ અન્યની ઈચ્છા નહિ કરનાર, એવી પણ આવે સમયે ઘણી વખત વાઘણનું રૂપ ધારણ કરે છે. આવે સમયે પણ સ્ત્રીઓ પોતાનું દેવીપણું સાચવી શકે, એમાં જ સ્ત્રી જાતિની મહત્તા છે પણ એ સુસંસ્કારો વિના સંભવિત નથી. ખરેખર, સ્ત્રી જો પોતે વિષયવાસનાને જીતી શકતી હોય, તો તેણે સાધ્વી જ બની
જૂર કર્મની મશકરી:૫વનંજય અને અંજતા...૭
રાક્ષશવંશ અને વાનરવંશ
LYRO