________________
જૈન રામાયણ ૨૫૮
ભાગ-૧ રાક્ષસવંશ અને વાનરવંશ |
જોહરણની ખાણ ફરે કોઈ જાણે તો પણ કલંક છે, કારણકે યુદ્ધમાં જતી વખતે કુટુંબની, સ્ત્રીની, મા-બાપની કે અન્ય કોઈની દયા ન ચિંતવે.
તમે પણ ક્ષત્રિય છો ? વિચારજો કે એ ક્ષત્રિયવટ તામારામાં છે કે નહિ? સાચી ક્ષત્રિયવટ આવ્યા વિના કદિ જ ઈષ્ટ સાધ્યની સિદ્ધિ થઈ નથી, માટે એ ક્ષત્રિયવટને કેળવવાના પ્રયત્નો અવિરતપણે ચાલું રાખવા જોઈએ કારણકે નિર્માલ્ય અને કાયર આત્માઓ વાતવાતમાં જ કોઈ જુદા જ વિચારો કર્યા કરે છે અને કાર્યનો વિનાશ પોતાની દેખતી આંખે પણ થવા દે છે. એવા નિર્માલ્ય અને કાયર આત્માઓ જેમ દુનિયાની સાધના પણ નથી જ કરી શકતા, તેમ આત્મિક સાધના પણ નથી જ કરી શકતા. અર્થ-કામ જેવી તુચ્છ વસ્તુઓની સાધના માટે, જયારે પ્રાણોની ગણના નહિ કરનારાની હયાતિ નથી મટતી, તો આત્મકલ્યાણના સાધના માટે પ્રાણોની પણ પરવા નહિ કરનારા પુણ્યપુરુષોની હયાતિ કેમ જ મટવી જોઈએ ? અર્થાત્ ન જ મટવી જોઈએ. આથી આત્મકલ્યાણના અર્થીઓએ પણ પોતામાં સાચી ક્ષત્રિયવટ અવશ્ય કેળવવી જોઈએ અને પ્રાણના ભોગે પણ અનંજ્ઞાનીઓની આજ્ઞાનું આરાધના કરવું જોઈએ.
આ રીતે પોતાના જ અભિપ્રાયને અનુસરતા અને હદયના જેવા જ તે મિત્રથી પ્રેરાયેલો પવનંજય, પોતાની મિત્રની સાથે આકાશમાર્ગે શ્રીમતી અંજનાસુંદરીને ઘેર ગયો. પવનંજય કંઈક છૂપાઈને બારણા આગળ જ ઉભો રહ્યો અને પ્રહસિત આગળ થઈને શ્રીમતી અંજનાસુંદરીના ઘરમાં પેઠો. ત્યાં શ્રીમતી અંજનાસુંદરીને તેણે ક્વી સ્થિતિમાં જોઈ-તેનું વર્ણન કરતા લખ્યું છે કે
“અલ્પ જળમાં રહેલી માછલી જેમ તરફડે, તેમ તે પલંગમાં તરફડતી હતી હિમથી જેમ કમલિની પીડાય, તેમ તે ચંદ્રમાની ચંદ્રિકાથી