SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રામાયણ ૨૫૮ ભાગ-૧ રાક્ષસવંશ અને વાનરવંશ | જોહરણની ખાણ ફરે કોઈ જાણે તો પણ કલંક છે, કારણકે યુદ્ધમાં જતી વખતે કુટુંબની, સ્ત્રીની, મા-બાપની કે અન્ય કોઈની દયા ન ચિંતવે. તમે પણ ક્ષત્રિય છો ? વિચારજો કે એ ક્ષત્રિયવટ તામારામાં છે કે નહિ? સાચી ક્ષત્રિયવટ આવ્યા વિના કદિ જ ઈષ્ટ સાધ્યની સિદ્ધિ થઈ નથી, માટે એ ક્ષત્રિયવટને કેળવવાના પ્રયત્નો અવિરતપણે ચાલું રાખવા જોઈએ કારણકે નિર્માલ્ય અને કાયર આત્માઓ વાતવાતમાં જ કોઈ જુદા જ વિચારો કર્યા કરે છે અને કાર્યનો વિનાશ પોતાની દેખતી આંખે પણ થવા દે છે. એવા નિર્માલ્ય અને કાયર આત્માઓ જેમ દુનિયાની સાધના પણ નથી જ કરી શકતા, તેમ આત્મિક સાધના પણ નથી જ કરી શકતા. અર્થ-કામ જેવી તુચ્છ વસ્તુઓની સાધના માટે, જયારે પ્રાણોની ગણના નહિ કરનારાની હયાતિ નથી મટતી, તો આત્મકલ્યાણના સાધના માટે પ્રાણોની પણ પરવા નહિ કરનારા પુણ્યપુરુષોની હયાતિ કેમ જ મટવી જોઈએ ? અર્થાત્ ન જ મટવી જોઈએ. આથી આત્મકલ્યાણના અર્થીઓએ પણ પોતામાં સાચી ક્ષત્રિયવટ અવશ્ય કેળવવી જોઈએ અને પ્રાણના ભોગે પણ અનંજ્ઞાનીઓની આજ્ઞાનું આરાધના કરવું જોઈએ. આ રીતે પોતાના જ અભિપ્રાયને અનુસરતા અને હદયના જેવા જ તે મિત્રથી પ્રેરાયેલો પવનંજય, પોતાની મિત્રની સાથે આકાશમાર્ગે શ્રીમતી અંજનાસુંદરીને ઘેર ગયો. પવનંજય કંઈક છૂપાઈને બારણા આગળ જ ઉભો રહ્યો અને પ્રહસિત આગળ થઈને શ્રીમતી અંજનાસુંદરીના ઘરમાં પેઠો. ત્યાં શ્રીમતી અંજનાસુંદરીને તેણે ક્વી સ્થિતિમાં જોઈ-તેનું વર્ણન કરતા લખ્યું છે કે “અલ્પ જળમાં રહેલી માછલી જેમ તરફડે, તેમ તે પલંગમાં તરફડતી હતી હિમથી જેમ કમલિની પીડાય, તેમ તે ચંદ્રમાની ચંદ્રિકાથી
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy