________________
આ ચક્રવાકી આખો દિવસ ચક્રવાકની સાથે રહી છે, માત્ર થોડા વખતથી વિખૂટી પડી છે, છતાં આટલો કલ્પાંત કરે છેતો લગ્નદિવસથી મેં જેને ચાહી નથી, જેની સારસંભાળ તો શું પણ જેને બોલાવીય નથી, પ્રયાણ વખતે જે આવીને પગે પડી છતાં જેનું મેં અપમાન કર્યું છે, પરવારીની જેમ જેને મેં તરછોડી છે, આથી પર્વતની જેમ દુ:ખના ભારથી દબાયેલી તે અંજનાનું. આટલા લાંબા કાળના મારા વિરહથી શું થતું હશે.”
પ્રહસિત સમજ્યો કે
મારે સિંચન કરવાનો અવસર આવ્યો, હું જ જોવા લઈ ગયો હતો અને ત્યાંથી જ આ સ્થિતિ થઈ છે, તો હવે આ અવસરે સિંચન કરવું જોઈએ.'
આવા વધુ વિચારો પ્રહસિતને આવ્યા કરે, એટલામાં તો તેના પ્રત્યે પવનંજય કહે છે કે
‘મિત્ર ! મારા વિવેકને ધિક્કાર છે. મારાથી અપમાન પામેલી તે બિચારી મારા અવિવેકના પ્રતાપે જરૂર મરી જશે તો મને હત્યા લાગશે અને તે હત્યાના યોગે દુર્મુખ એવો હું કઈ ગતિમાં જઈશ ?'
પવનંજયના આ કથનને સાંભળીને પ્રહસિત કહેવા લાગ્યો કે
‘હે મિત્ર ! સારું થયું કે આટલા લાંબા સમયે પણ તું આ પ્રમાણે સમજી શક્યો છે. બાકી આજે તો નક્કી જ તે સારસીની માફક તારા વિયોગથી મરી જ જશે, કારણકે આવી રીતના અકારણ અપમાન માટે હે મિત્ર ! હજુ પણ તેને આશ્વાસન આપવું યોગ્ય છે. તો અત્યારે જ ત્યાં જઈને વિયોગથી રીબાતી તેને તું પ્રિય ઉક્તિથી અનુજ્ઞા આપીને, તે પછી તું તારા કાર્ય માટે ફરી પાછો આવી જજે.'
આ પ્રમાણે એકદમ જઈને તરત જ પાછા આવવાનું કહેવાનું કારણ એક જ છે, અને તે એજ કે ક્ષત્રિયો યુદ્ધમાં નીકળ્યા પછી પાછા
જૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજતા...૭
૨૫૭ જશવંશ
અને વાનરવંશ