________________
જૈન રામાયણ ,
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
રજોહરણની ખાણ ઉપર દંભહીન તથા સુવિશુદ્ધ વર્તન રાખવું જોઈએ, તે સમજવા માટે પોતાની બધી જ શક્તિઓને ખરચી નાખવી જોઈએ. ખરેખર, કલ્યાણના અર્થી આત્માઓ માટે આ પ્રસંગે દરેક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે, કારણ કે વિચારણા કર્યા વિના વસ્તુ ફળતી જ નથી, આથી જો યોગ્ય વસ્તુ ઉપર શુદ્ધ અને શાસ્ત્રાનુસાર વિચારણા કરવામાં આવે, તો આત્માને ઘણો જ સહેલાઈથી શુદ્ધ બનાવી શકાય છે
અકારણ અવગણના અશ્રુભર્યા નયણે અને દીન-હીન અવસ્થામાં પોતાના ચરણે પડેલી તથા કાકલુદીભરી અરજ ગુજારતી અને શુદ્ધ હૃદયના આશીર્વાદ આપતી, શ્રીમતી અંજનાસુંદરી પ્રત્યે પવનંજય જેવું વર્તન કરે છે. તેનું વર્ણન લખ્યું છે કે
$તિ વાળાં તાં ઢા-મહીનવરિતામહ ? __ ययाववगणय्यैव, जयाय पवनंजयः १११॥"
‘આપ સર્વને બોલાવ્યા પણ એક મને જ જરાપણ ન બોલાવી, તો પણ હું આપને વિનવું છું કે મને આપ કદીપણ વિસરશો નહિ, આપ વહેલા પધારજો અને આપના માર્ગો કલ્યાણકારી હોજો.' - આ પ્રમાણે બોલતી, દીન અને અહીન અટલે શુદ્ધ ચારિત્રવાળી એવી શ્રીમતી અંજનાસુંદરીને અવગણીને જ પવનંજય જયને માટે ચાલ્યો ગયો.”
આવી સ્થિતિમાં પણ હદયનો સદ્ભાવ જળવાઈ રહેવો, એ સાચી શીલપ્રીતિ સિવાય શક્ય જ નથી. તે જ રીતે સાચી શીલપ્રીતિ સિવાય ગમે તેવા પ્રસંગે પણ સદ્ગુરુ પ્રત્યે હદયનો શુદ્ધ સદ્ભાવ રહેવો
એ શક્ય નથી. શ્રીમતી અંજનાસુંદરીએ જેમ આવા કાતીલ પ્રસંગોમાં પણ પતિ પ્રત્યેનો શુદ્ધ સદ્ભાવ ન ગુમાવ્યો. તેમ જે આત્માઓ એક આત્મકલ્યાણની જ કામનાથી પરમતારક સદ્ગુરુઓ પ્રત્યે પોતાનો શુદ્ધ