________________
હે નાથ ! આપ સર્વને પણ બોલાવ્યા, પણ મને તો એક જરાપણ બોલાવી નથી અર્થાત્ આપ સર્વની સાથે હળ્યા, મળ્યા અને સર્વને આશ્વાસન આપ્યું, પણ મને તો જરાપણ બોલાવી કે ચલાવી નથી તો પણ હું આપને વિનંતિ કરું છું કે આપે મને વિસારી ન દેવી માર્ગમાં આપનું કલ્યાણ હો અને આપ ઘારેલી ધારણાઓ પાર પાડીને પાછા વહેલા પધારજો.” | વિચારો કે આ કેવી ઉત્તમ મનોદશા છે ? આવી જ મનોદશા ગુર્નાદિક પ્રત્યે શિષ્યાદિકની થઈ જાય, તો શું કમીના રહે ? પોતાનું સૌભાગ્ય અને શીલ જેના આધારે છે, તેનો પોતાના પ્રત્યે અયોગ્ય વ્યવહાર હોવા છતાં ‘પતિવ્રતા સ્ત્રીઓ પતિ પ્રત્યે કેવું વર્તન રાખતી હતી’ એ આજના સ્ત્રી સમાજે જરૂર વિચારવા જેવું છે. આજે સ્વતંત્રતાના નામે ચાલી રહેલી સ્વચ્છંદતાની ઉપાસનામાં પડી ગયેલા સ્ત્રીવર્ગ માટે આ શ્રીમતી અંજનાસુંદરીનું દૃષ્ટાંત પણ અનુપમ છે. ખરેખર, આ દૃષ્ટાંત તો આજના સ્વચ્છેદી અને બેદરકારીના યોગે ઉન્મત્ત બની ગયેલા શિષ્યાભાસો માટે કાળજીપૂર્વક અભ્યાસ કરવા જેવું છે.
વાતવાતમાં છણછણી ઉઠતા શિષ્યોએ આ દૃષ્ટાંત ઉપર ખૂબ ખૂબ વિચાર કરવાની જરૂર છે. ‘અમારે શી ગરજ છે? તેમને જો અમારી ગરજ ન હોય તો અમારે પણ ગરજ નથી અમે કયાં એકલા નથી હરી ફરી શકતા ? અમારામાં પણ શક્તિ છે, અમે કાંઈ શક્તિહીન નથી, અમારામાં અનેકને અમારા બનાવવાની તાકાત છે, અમે કાંઈ એવી ગરજ રાખીએ એવા નથી. આવી આવી વિચારસરણીમાં માલનારાઓએ આ દૃષ્ટાંત ઉપરથી ખાસ ધડો લેવો જરૂરી છે. હૃદયના દંભીઓ માટે પણ આ દષ્ટાંત ઘણું ઉપકારક છે. એક શીલની રક્ષા માટે જયારે પતિવ્રતા સ્ત્રીઓ, પોતાની સાથે નિર્દય અને નિર્ઘણ વર્તન ચલાવનાર પતિ પ્રત્યે આવું નિખાલસ અને સુવિશુદ્ધ વર્તન રાખે, તો પોતાને સુશિષ્યની કક્ષામાં મૂકવા ઈચ્છનારા શિષ્યોએ, એકાંતે અને એકદમ ઘણી જ સહેલાઈથી સિદ્ધિપદને સાધી આપનાર સંયમની રક્ષા માટે, પોતાના તારણહાર ગુરુદેવો સાથે કેવું અને કેટલું નિખાલસ,
રાક્ષશવંશ ૨૫૧ રવેશ
જૂર કર્મની મશ્કરી:પવનંજય અને અંજતા...૭
અને વાનરવેશ
૪