________________
જૈન રામાયણ ૨૪૮
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જોહરણની ખાણ વગેરેની જે સ્વતંત્રતા, તેની વાતો કરે છે, તેઓ ખરેખર જ, ભયંકર અનાચારને જ આમંત્રણ કરી રહી છે. આથી તેવી સ્ત્રીઓના સંસર્ગથી શીલધર્મને ઈચ્છનારી સ્ત્રીઓએ એકદમ અલગ થવું જોઈએ. એટલું જ નહિ પણ, તેવી સ્ત્રીઓની છાયાં પણ ન લેવી જોઈએ.
સ્ત્રીઓએ પોતાના જીવનને એકદમ મર્યાદિત બનાવવા જોરદાર પ્રયત્નો આરંભી દેવા જોઈએ.
“સ્ત્રીઓના સંસર્ગમાં રહેવામાં હરકત શી ?, સ્ત્રીઓના સંસર્ગમાં રહેવા છતાં બ્રહ્મચારી કેમ ન રહી શકાય ?, હદયના બ્રહ્મચારીને સ્ત્રીઓનો આટલો બધો ભય શો ? અર્થાત્ જેઓ સ્ત્રીઓના સંસર્ગથી ડરે છે અને એના યોગે સ્ત્રીઓના પરિચયથી પણ ભાગતા ફરે છે, તેઓ સાચા બ્રહ્મચારી નથી; ખરા બ્રહ્મચારી જ તેઓ છે, કે જેઓ સ્ત્રીઓના ગાઢ સંસર્ગમાં રહીને જ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આથી પુરુષોએ સ્ત્રીઓના અને સ્ત્રીઓએ પુરુષોના સહવાસમાં આવતા એક લેશ પણ અચકાવું જોઈએ નહિ; પરસ્પરના સહવાસથી બ્રહ્મચર્ય હણાય છે, એવી કલ્પના જ ભ્રાંતિરૂપ છે. પરસ્પરના સહવાસમાં નહિ રોકાવાનું કહેતા શાસ્ત્રો એ ભ્રામક છે : પરસ્પરના સહવાસથી ડરતા આત્માઓ એ ભીરૂ આત્માઓ છે : એવી ભીરતાને તજી દેવી એનું જ નામ નૈષ્ઠિક બ્રહ્મચારિતા છે.” આવા પ્રકારની વાતો કરીને જનતાને ઉન્માર્ગે ચઢાવી દેનારા આત્માઓ, જો આજે મહાપુરુષો તરીકે કે મહાસતીઓ તરીકે પૂજાતા હોય, તો તે આ જમાનાનું એક ભારેમાં ભારે કલંક છે અને એ કલંકરૂપ આત્માઓના યોગે જ આજે
સ્વતંત્રતાના નામે ભયંકર સ્વચ્છંદતા, મરકીના રોગની જેમ, ફાટી V નીકળી છે. આ સ્વચ્છંદતાનો નાશ કર્યા વિના આર્યોનું આર્યત્વ ખીલવાનું નથી.
બ્રહ્મચર્યના રસિક આત્માઓ બ્રહ્મચર્યની રક્ષા માટે કેવું જીવન જીવતા હતા, એ જાણવા માટે તે અનંતજ્ઞાનીઓના આગમોનો,