________________
જીંદગી ગાળે છે, તે છતાંપણ અન્ય દુષ્ટ ભાવના તો નહિ જ ! પવનંજય સિવાય અન્ય પુરુષને એના હદયમાં સ્થાન પણ નથી મળતું. એને મારી દરકાર નહિ તો મારે એની દરકાર શી ?' આવી ભાવના પણ તે મહાસતીને નથી આવતી. સખીઓ સાથે વાત પણ કરતી નથી. ચંદ્ર વિનાની રાત્રિની જેમ, પવનંજય વિના આંખોથી આંસુના અંધકારવાળું મુખ કરી રહેવા લાગી. આવું ક્યાં સુધી રહેવું પડયું ? એક બે દિવસ નહિ, એક બે મહિના પણ નહિ, એક બે વર્ષ પણ નહિ, પણ બાવીસ બાવીસ વર્ષ સુધી આવી રીતે રહેવા છતાંપણ, પોતાના પવનંજય તરફ દુર્ભાવના, દુષ્ટ વિચાર કે તિરસ્કાર બુદ્ધિ તેના અંતરમાં પ્રગટ થતી નથી. આ રીતે પતિ વિયોગથી રીબાતી શ્રીમતી અંજનાસુંદરીની કેવી હાલત થઈ છે, તેનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે
“વિના શાશds શ્યામેવ, સા વિના પવનનયમ્ ? વાધ્વન્દિdocરવના, તથાવસ્વાધ્યમનન ?”
“જેમ ચંદ્રમા વિના રાત્રિ અંધકારમય થઈને ઉગજનક થયેલી લાગે, તેમ પવનંજય વિના તે અંજના પણ આંસુરૂપ અંધકારથી વ્યાપ્ત મુખવાળી થઈને અસ્વાથ્યના ભાજનરૂપ બનેલી રહેવા લાગી.”
અને “पार्श्वद्वितयमाध्नन्त्या, पर्यंकस्य मुहुर्मुडुः । તાઠ્ય સંવરવત, ઢાયોડAવશ: ટાર”
વારંવાર પલંગની ઉપર પોતાના બંનેય પાસાને પછાડતી તે સુંદરીની રાત્રિઓ વર્ષ જેટલી લાંબી થઈ, એટલે કે એક રાત્રિ પસાર કરવી અને એક વરસ પસાર કરવું, એ તેને મન એક સરખું લાગતું હતું.”
આ સ્થિતિમાં પણ -
“અનન્યમાનસ નાનુ-મધ્યત્વેસ્તમુરબ્રાં9ના ? भर्तृरालेखनैरेव, व्यतीयाय दिनानि सा ।।३।।"
જૂર કર્મની મશ્કરી:૫વનંજય અને અંજતા..૭
૨૪૧ રાક્ષશવંશ
અને વાનરવંશ