________________
સતી સ્ત્રીઓ જેમ પતિ પ્રત્યે એક ચિત્તવાળી હોય છે, અને પોતાના ત્રણે યોગોને યોગ્ય પતિની સેવામાં સમર્પી દે છે, તેમ જો પ્રભુમાર્ગના રસિક આત્માઓ પ્રભુમાર્ગ પ્રત્યે જ એકચિત્તવાળા બની જઈને, પોતાનાં મન, વચન અને કાયારૂપ ત્રણે યોગોને પ્રભુમાર્ગની સેવામાં સમર્પ દે, તો તે આત્માઓ વિશ્વપૂજય બની, અનંત સુખના ધામરૂપ શિવપદને પામે, એમાં કશું જ આશ્ચર્ય નથી. આવી સતીઓના દષ્ટાંતોનું અવલંબન લઈ, પ્રભુમાર્ગના પ્રેમી આત્માઓએ ખરે જપોતાના જીવનને પરમતારક શ્રી જિનેશ્વરદેવો અને તે તારક દેવાધિદેવોની આજ્ઞાનુસાર પોતાના જીવનને જીવતા નિર્ગુન્થ ગુરૂદેવોના ચરણે સમર્પ, ‘આજ્ઞા એ જ ધર્મ' આ શાશ્વત્ સિદ્ધાતનો વિશ્વને સાક્ષાત્કાર કરાવવો જ જોઈએ, કારણકે તેમ કરવામાં જ સ્વ-પરનું શ્રેય સમાયેલું છે.
સમ્યગ્દષ્ટિ આત્માઓ ‘મહાસતીઓનો આદર્શ કેવો હતો અને કેવો હોવો જોઈએ.'એ જો વિચારવામાં આવે, તો આજની ઉશૃંખલ દશાની ઓટ ઘણા જ અલ્પ સમયમાં આવી શકે તેમ છે. પણ આજે જમાનાના નામે ઉર્ફેખલતાની ઉપાસનામાં પડેલો વર્ગ, મહાસતીઓના ઉત્તમ આદર્શ પ્રત્યે દૃષ્ટિપાત કરવા જેટલી પણ ઉત્સુકતા ધરાવી શકે તેમ નથી, કારણકે તેમ કરવા માત્રથી પણ તેની સઘળી ધારણાઓ ધૂળમાં મળી જાય છે. એ જ કારણે એ એવા ઉત્તમ આદર્શો પ્રત્યે દાષ્ટપાત કરવા જેટલી પણ ઉત્સુકતા ધરાવી શકે તેમ નથી, કારણકે તેમ કરવા માત્રથી સાહિત્યનો પણ નામશેષ કરી દેવા ઇચ્છે છે. એ દુષ્ટ ઈચ્છા અને તેને સફળ કરવાની દોડધામ, એ જ આજનો વિપ્લવ છે અને એ વિપ્લવમાંથી બચે, એ જ આજના જમાનાના સાચા માનવીઓ છે.
સામાન્યતા મહાસતીઓનો આદર્શ જેમ- પતિ એ જ! સર્વસ્વ' આ હોય છે, તેમ સમ્યગુદૃષ્ટિ આત્માઓનો આદર્શ
જૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજતા...૭
se
5૪૩ રાક્ષશવંશ
અને વાનરવંશ