________________
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ ૪૦
એ જ રજોહરણની ખાણ * સ્નેહપૂર્વક પૂજાયેલ શ્રી પ્રહલાદ રાજા પોતાના કુટુંબ સાથે પોતાના પુત્રને અને પોતાની પુત્રવધૂને સાથે લઈને ઘણા આનંદપૂર્વક પોતાનો નગરી તરફ ચાલ્યા ગયા. પોતાની નગરીમાં જઈને શ્રી પ્રહલાદ રાજાએ પોતાની પુત્રવધૂ શ્રીમતી અંજનાસુંદરીને વસવા માટે ભૂમિ ઉપર રહેલા વિમાન જેવો એક સાત માળનો પ્રસાદ સમર્યો, પણ શ્રી પવનંજયે તે શ્રીમતી અંજનાસુંદરીની વચન માત્રથી પણ ખબર લીધી નહિ, કારણકે માની આત્માઓ પોતાના માનને પ્રબળ કારણ મળ્યા વિના ભૂલી શકતા નથી.
આ પ્રસંગ અશુભોદયનો સારામાં સારો ખ્યાલ આપે છે. શ્રીમતી અંજનાસુંદરીના અશુભોદયે અચાનક એવું નિમિત્ત ઉભુ કર્યું કે જેથી પોતાને પ્રાણથી પણ અધિક ઇચ્છનાર પવનંજય હૃદયથી ઉદ્વિગ્ન બની ગયો અને જે પ્રસંગને માટે તે પ્રેમથી તલસી રહ્યો હતો, તે પ્રસંગે પોતે શલ્ય સહિતપણે ઉજવ્યો અને તે પછી પણ તે તો ઉદ્વિગ્ન જ રહો. ઉદ્વિગ્ન પણ એવો કે પોતાની સાથે જ પોતાની નગરી તરફ આવેલી અને એક પોતાના જ ઉપર આધાર રાખતી શ્રીમતી અંજનાસુંદરીને વચનથી પણ આશ્વાસન ન આપ્યું.
દુ:ખાવસ્થામાં પણ અંજનાની એક જ મનોદશા શ્રીમતી અંજનાસુંદરી પણ રાજપુત્રી છે. કોઈ સામાન્ય સ્ત્રી નથી. છતાં પોતાની મર્યાદાને ચૂકતી નથી. પતિ તરીકે પ્રેમથી સ્વીકારેલા પવનંજયે તેને પ્રેમદૃષ્ટિ જોઈ પણ નહિ અને બોલાવી પણ નહિ, આથી અંજનાને તો એક જ વિચાર થયા કરે છે કે “મારો ગુનો શો ?" પણ કોઈ સાંભળે તો કહે ને ! કહે કોને ?
આ પ્રસંગે શ્રીમતી અંજનાસુંદરીની કેવી દુઃખમય અવસ્થા થાય, એ વિચારો. પિતા-માતાને મૂકીને અને સ્નેહી- સંબંધીથી વિખૂટી થઈને, જેના કારણે આ અપરિચિત સ્થળમાં આવી, તેના તરફથી આવો વર્તાવ, એ કેવી દશા? પાણી વિનાની માછલીની જેમ એ અંજના રાત્રિદિવસ પસાર કરે છે. રાત્રે નિદ્રા ન આવે, દિવસે ચેન ના પડે; આ રીતે દુ:ખમય