________________
વીર જૈન રામાયણઃ,
પર રજોહરણની ખાણ અંજના રોકતી નથી, તેનું કારણ એ નથી કે પોતાની સખીનું તે કથન અંજનાને ગમે છે, પણ તેનું કારણ લજ્જા છે; અને લજ્જાના યોગે જ અંજ્ઞા તેવી રીતે અપવાદ કરનારી પોતાની સખીને નિષેધ નથી કરતી. આ સિવાય બીજું કોઈ જ કારણ નથી માટે અંજના, એ કોઈપણ રીતે વધ કરવા યોગ્ય નથી.”
આ રીતે પ્રહસત દ્વારા ખૂબ ખૂબ નિષેધ કરાયેલો પવનંજય ઉડીને પોતાના આવાસે ગયો. ત્યાં આખી રાત્રિ તેણે જાગૃત અવસ્થામાં દુઃખી હૃદયે ગાળી અને સવારના પહોરમાં પોતાના મિત્ર પ્રહસિતને તેણે
કહાં કે
રાક્ષાસવંશ અને વાનરવંશ ભાગ-૧
“પ્રતિશ્યો પ્રહસિત, સર લdoમનપોઢયા ? भृत्योऽपि हि विस्ततः स्या-ढापढे किं पुनः प्रिया ॥१॥" "तदेहि यावः स्वपुरी-मुरीकृत्य परं रयम् । किं स्वादुनापि भोज्येन, रोचते न यदात्मने ॥२॥"
“હે મિત્ર ! આવી સ્ત્રી સાથે પરણવાથી પણ શું? કારણકે વિરક્ત એટલે રાગ વિનાનો સેવક પણ આપત્તિ માટે થાય, તો સ્ત્રી માટે તો પૂછવું જ શું? એટલે કે રાગ વિનાની સ્ત્રી એ ભયંકર આપત્તિને જ લાવનારી છે.”
તે કારણથી
હે મિત્ર ! તું ચાલ ! આપણે ઝપાટાબંધ આપણી નગરી તરફ ચાલ્યા જઈએ કારણકે જે ભોજન પોતાના આત્માને રૂચે નહિ, તેવા
સ્વાદવાળા ભોજનથી પણ શું ? અર્થાત્ ભોજન સ્વાદવાળું હોય, છતાંપણ જો આપણને રૂચિકર ન હોય તો તે નકામું છે, તે જ રીતે આ અંજના ગમે તેવી હોય, તો પણ મારા માટે નકામી છે.
મિત્રની સમજાવટથી ઉજવાએલો વિવાહ મહોત્સવ
આ પ્રમાણે કહીને જેટલામાં એકદમ પવનંજય ચાલવા માંડયું, તેટલામાં જ તેના મિત્ર પ્રહસતે તેને પકડી રાખ્યો અને શાંતિથી તેને સમજાવવા લાગ્યો કે