________________
લાગ્યો ! અને ત્રણે અબળાઓના પ્રાણ લેવાની આચરણા કરવા તૈયાર
થઈ જાય છે !
વિચારો, આ કેવી પરાધીન અવસ્થા છે ! ‘પોતે કોણ છે અને ક્યાં છે ?" એનું પણ આવેશમાં આવેલા પવનંજયને ભાન નથી ! કામી અવસ્થામાં જેમ અંનાને જોવા માટે વિવેકહીન બન્યો હતો, તેમ અત્યારે ક્રોધાવસ્થામાં વિવેકહીન બને છે ! અને ત્રણે અબળાઓના પ્રાણ લેવાની આચરણા કરવા તૈયાર થઈ જાય છે ! ખરેખર, આવેશને આધીન થયેલા આત્માની દશા જ ભયંકર હોય છે ! . આવેશને વશ થયેલો આત્મા પોતાના કિવા પરના હિતાહિતને કોઈપણ રીતે વિચારી શકતો નથી, એજ કારણે જેને જોવા માટે પવનંજય જે મકાનમાં ગુપ્ત રીતે આવેલ છે, તેને જ મારવા માટે તે જમકાનમાં તે પ્રગટ થઈને ચાલવા લાગે છે. !
આ રીતે ચાલવાનો આરંભ કરતા તેને હાથરૂપ દંડમાં પકડી રાખતા અને
‘‘સાવરાધાવ્યવથૈવ, સ્ત્રી ગૌરવ ન વેલ્સ ક્િ’ અપરાધને કરનારી એવી પણ સ્ત્રી ગાયની જેમ અવધ્ય જ છે, એમ શું તું નથી જાણતો ?"
આ પ્રકારે બોલતા પ્રહસિતે કહ્યું કે
‘વં પુનનિરવો-દોયમંનસુંદરી તથાપવાહિની નૈષા, નિષેધતિ પુનસ્ટ્રિયા 5'' “આ અંજનાસુંદરી તો અપરાધ રહિત જ છે, એને માટે તો કહેવાનું પણ શું હોય ? એટલે કે અપરાધવાળી સ્ત્રી પણ વધ કરવા યોગ્ય નથી, તો આ અપરાધ વિનાની અંજનાસુંદરી તો વધ કરવા લાયક હોય જ કેમ? તને એમ લાગતું હોય કે –
‘આ રીતે બોલતી સખીને તે રોકતી નથી એ જ જો અંનાનો અપરાધ છે' તો તારે સમજવું જોઈએ કે, એ અંજ્ઞાનો અપરાધ નથી કારણકે તેવી રીતે અપવાદ, એટલે કે તારી નિંદાને કરતી પોતાની સખીને
૨૩૭
રાક્ષશવંશ અને વાનરવંશ
ક્રૂર કર્મની મશ્કરીઃપનંજય અને અંજના...૭