________________
કારણકે ચરમશરીરીને છોડીને સંસારમાં લીન થયેલા આત્માની પ્રશંસા મૂર્ખ માણસ સિવાય અન્ય કોઈ જ ન કરે.”
આ પ્રકારના મિશ્રકાના કથનને તોડી પાડવા માટે પહેલી વસંતતિલકા નામની સખી સામેથી બોલી ઉઠી કે
“પ્રથમ પ્રત્યુવાād, મુદે છે વેલ્સિ ન લdoઘન ? विद्युत्प्रभो हि स्वल्पायुः, स्वामिन्या युज्यते कथम् ॥"
“હે મુગ્ધ ! તું તો કશું જ જાણતી નથી, કારણકે શ્રી વિઘુપ્રભ ચરમશરીરી છે, એ વાત તદ્દન સાચી છે અને એ દૃષ્ટિએ શ્રી વિઘુપ્રભ ઘણા જ પ્રશંસાપાત્ર છે પણ તે ઘણા જ ઓછા આયુષ્યવાળા છે, માટે તે ગમે તેવા ઉત્તમ હોવા છતાંપણ, આપણી સ્વામિની માટે પતિ તરીકે કઈ રીતે યોગ્ય હોઈ શકે ? અર્થાત્ કોઈપણ રીતે નહિ.'
આ સાંભળીને મિશ્રકા નામની જે બીજી સખી તે બોલી ઉઠી કે “તિથિાવત્યમાદિષ્ટ, વર્સેિ ? મન્દ્રથી ? स्तोकमप्यमृतं श्रेयो, भारोऽपि न विषस्य तु ११३॥"
“હે સખી ખરેખર, તું મંદબુદ્ધિવાળી જ છે. અન્યથા, યોગ્યયોગ્યની વ્યાખ્યા તું આવી રીતે ન કરત ! કારણકે થોડું પણ અમૃત કલ્યાણકારી છે, ત્યારે વિષનો ભાર હોય તો પણ કલ્યાણકારી નથી; એટલું જ નહિ પણ પ્રાણોનો સંહારક છે. આથી સ્પષ્ટ છે કે અલ્પ આયુષ્યવાળા પણ શ્રી વિઘુપ્રભ ચરમશરીરી હોવાના કારણે અમૃતસમા છે અને દીર્ધ આયુષ્યવાળા પણ પવનંજય વિષના ભારા જેવા છે. કારણકે શ્રી વિધુ—ભ આગળ પવનંજય કોઈપણ રીતે પ્રશંસાપાત્ર નથી જ.'
વિવેકી વિચારક સમજી શકે તેમ છે કે સખીઓનો આ સંવાદ કેવળ વિનોદમય છે. આમાં પવનંજય પ્રત્યે કોઈપણ જાતનો દુર્ભાવ નથી, તેમજ રાજકુમારી સાથે રહેતી સખીઓ વિનોદમાં આવી છૂટ સહેલાઈથી લઈ શકે છે અને તેમ કરતી સખીઓને રોકવાનું રાજકુમારી માટે પણ પ્રાય અશક્ય જ હોય છે. મોટે ભાગે સખીઓની આવા પ્રકારની છૂટને રાજકુમારીઓને પણ નિભાવી લેવી પડે છે; એ જ કારણે શ્રીમતી અંજ્ઞાકુમારી પણ પોતાની સખીઓનાં સંવાદમાં કોઈપણ
જૂર કર્મની મશ્કરી:૫વનંજય અને અંજતા...૭
કાશ
|
૨ ૩૫
રાક્ષશવંશ અને વાનરવંશ તે
પરિ
ક