________________
આ પ્રમાણે કહીને પવનંજય પોતાના મિત્રને સૂચવે છે કે `હે મિત્ર ! તે સુંદરીના દર્શન વિનાની એક ઘડી કાઢવી, તે પણ મને એક દિવસ જેટલી લાગે છે અને એક દિવસ કાઢવો, તે મને એક માસ જેટલો લાગે છે, માટે મારાથી કોઈપણ રીતે આ ત્રણ દિવસો કાઢી શકાય તેમ નથી, આ કારણથી હે મિત્ર ! તું એવો ઉપાય કર, કે જેથી હું હમણાં ને હમણાં જ એ સુંદરીને જોઈ શકું ! પોતાના મિત્રની આટલી બધી આતુરતા જોવાથી દયાળુ બનેલો પ્રહસિત તેને ધીરજ આપતાં કહેવા લાગ્યો કે ‘ततः प्रहसितोऽप्येवं, व्याजहार स्थिरीभव । નિશિ તમૈત્ય તાં વાંતાં, દૃશ્યસ્યનુવનશ્ચિતઃ '}}}}'
‘હે મિત્ર ! હાલ તું સ્થિર થા ! એકદમ ઉતાવળ ન કર ! કારણકે - આવી રીતે તે સુંદરીને જોવા માટે આપણાથી દિવસે જઈ શકાય નહિ. તારી ઈચ્છા જ હશે તો જે સાત માળના પ્રાસાદમાં તે સુંદરી રહેલ છે, તે પ્રાસાદમાં રાત્રિના સમયે જઈને, કોઈપણ ન જાણી શકે તે રીતે તું તે સુંદરીને જોઈ શકીશ, માટે હમણાં ને હમણાં જ ઉતાવળ ન કર !'
વિષયાધીન અને વિલાસી જીવન જીવતા આત્માઓની દશા કેવા પ્રકારની હોય છે, તે વાતનો ખ્યાલ આ બંને મિત્રોની વાત ઉપરથી સહેલાઈથી આવી શકે તેમ છે. ખરેખર, તેવા આત્માઓમાં એવી પામરતા આવી જાય છે કે જેનું વાસ્તવિક વર્ણન પણ ન થઈ શકે. અને એ પામરતાના યોગે તેઓ અકરણીય કાર્યની આચરણા કરવામાં પણ પાછું વાળી જોતા નથી !
એજ ન્યાયે પવનંજય પોતાના મિત્ર પ્રહસિતની સાથે રાત્રિના સમયે ઉડીને નીકળ્યો અને શ્રીમતી અંજનાસુંદરીથી અધિષ્ઠિત થયેલા સાત માળના પ્રાસાદ ઉપર ગયો અને ત્યાં મિત્રની સાથે તે પવનંજયે નિશાચરની માફક ગુપ્ત રહીને સારી રીતે શ્રીમતી અંજનાસુંદરીને જોવાનો આરંભ કર્યો.
હવે અહીં તમારે એક ભયંકર અશુભોદયની કાર્યવાહી જ જોવાની છે. અને તે કાર્યવાહી જોત-જોતામાં જ બનવાની છે. જે પવનંજય રાક્ષશવંશ અને વાનરવંશ
૨૩૩
ક્રૂર કર્મની મશ્કરી:પવનંજય અને અંજના...૭