________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
“હે મિત્ર ! તે શ્રીમતી અંજનાસુંદરીનું નિરૂપમ રૂપ દૃષ્ટિથી જેવું દેખાય છે, તેવું વચનથી કહેવા માટે વાચાળ આદમી પણ શક્તિમાન થઈ શકતો નથી. અર્થાત્ તે શ્રીમતી અંજનાસુંદરીનું એવું અનુપમ રૂપ છે કે તેને પોતાની સગી આંખે જોનારો આદમી વક્તા હોવા છતાંપણ વચન દ્વારા કહી શકતો નથી.”
૨૩૨
આ રીતના ઉત્તરથી પવનંજયની વિહ્વળતા વધે, એમાં કાંઈપણ આશ્ચર્ય છે ? નહિ જ, કારણકે એક તો પવનંજયના અંતરમાં શ્રીમતી અંજનાસુંદરીને જોવાની કામના જાગી જ હતી અને એમાં પ્રહસિતના મુખથી ‘તેણીનું રૂપ એવું અનુપમ છે કે રંભાદિક અપ્સરાઓના રૂપને પણ ટપી જાય' આ પ્રમાણે સાંભળવામાં આવ્યું. આ સ્થિતિમાં તે કામનાનો વેગ વધી જાય, એ કંઈ અસંભવિત પણ નથી.
આ કામવાના તીવ્ર આવેગને આધીન થયેલો પવનંજય પોતાના મિત્ર પ્રહસિતને ઉદ્દેશીને એક દીન આદમીની જેમ કહે છે કે "पवनंजय इत्यूचे, दूरे ह्युदाहवासरः સા નોઘરમદેવ, વયં નેયા નવા સબ્રે ! ૧૨૨” “હે મિત્ર ! હજુ વિવાહના દિવસ તો દૂર છે અને મારે તો તે શ્રીમતીને આજે ને આજે જ જોવાની ઇચ્છા છે. તો હે મિત્ર ! તું કહે કે તે સુંદરીને આજે જ મારે તું મારી દૃષ્ટિના વિષયમાં કેવી રીતે લાવવી ? અર્થાત્ આજે જ મારે તે સુંદરીને કઈ રીતે જોવી ?”
ܐ
66
એટલું જ નહિ પણ પવનંજયના આ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન તેના મિત્ર પ્રહસિત કરે, તે પહેલા તો પવનંજય પાછો બોલી ઉઠે
છે કે
વનોત્કંઠિતાનાં હિ, યટિશ્ર્વિ હિનાયતે | मासायते दिनमपि, किं पुनस्तद्दिनत्रयम् ॥२॥"
‘હે મિત્ર ! વલ્લભા એટલે વ્હાલી સ્ત્રી માટે ઉત્કંઠિત થયેલા પુરુષ માટે એક ઘટિકા પણ દિવસ જેવી લાગે છે અને એક દિવસ પણ એક મહિના જેવો લાગે છે, તો પછી ત્રણ દિવસોની વાત જ શી કરવી ?"