________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ ૨૩૦
રજોહરણની ખાણ નંદીશ્વરદ્વીપે યાત્રા માટે જ્યા હતા. એ બધામાં પ્રáાદ રાજા પણ પવનંજય વગેરે સાથે આવેલા છે. “અલ્લાદ” રાજાએ શ્રીમતી અંક્લાસુંદરીને જોઈને, મહેન્દ્રરાજા પાસે અંક્લાસુંદરીની પોતાના પુત્ર ‘પવનંજ્ય' માટે માંગણી કરતાં કહ્યું કે “તમારી પુત્રી આ અંક્લાસુંદરી મારા પુત્રને આપો.” આ વાત તો શ્રી મહેન્દ્ર રાજાના હૃદયમાં પ્રથમથી જ વસેલી હતી, એટલે પ્રáાદ રાજાની માંગણીને મહેન્દ્ર રાજાએ તરત જ સ્વીકારી લીધી. આથી પ્રલાદ રાજાની તે પ્રાર્થના તો માત્ર નિમિત્તરૂપ જ હતી, કારણકે મહેન્દ્ર રાજાને તો એ કામ કરવું જ હતું. આ રીતે બંને એક જ વિચારવાળા હોવાથી, તે બંનેય રાજાઓ પરસ્પર ‘આજથી ત્રીજે દિવસે માનસ' નામના સરોવર ઉપર વિવાહ કરવો.' આ પ્રમાણે કહીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
વિષયાધીન આત્માની વિહ્વળતા સૂચવતો સંવાદ પવનંજયના પિતા અને અંજનાસુંદરીના પિતા, એ બંને “આપણે આપણાં સંતાનોનો વિવાહ આજથી ત્રીજે દિવસે માનસ સરોવર ઉપર કરવો." આ નિશ્ચય કરીને પોતાના સ્થાને ચાલ્યા ગયા અને તે પછી તરત જ આ બંનેય રાજાઓ પોતાના સ્વજનો સાથે માનસ સરોવર ઉપર ગયા અને તેના કિનારા ઉપર તેઓએ પોતાનો આવાસ કર્યો. પોતાના પિતાના આવાસમાં પવનંજય પોતાના પ્રહસિત નામના મિત્ર સાથે રહેલ છે.
પોતે અંજનાસુંદરી સાથે ત્રીજે દિવસે પરણવાનો છે. એમ પવનંજય ઘણી જ સારી રીતે જાણે છે પણ વિષયાધીન અવસ્થા જ એવી ભયંકર છે કે તે પોતાને આધીન થયેલા આત્માને વિહ્વળ બનાવ્યા વિના રહેતી નથી અને વિષયની આધીનતાથી વિહ્વળ થયેલો આત્મા લજ્જાને પણ આવી મૂકે છે, તેમ જ નહિ કરવા જેવી વાતો અને આચરણાઓ કરવા પણ લલચાય છે. એ વાતનો સાક્ષાત્કાર આપને આ પવનંજય અને પ્રહસિતના સંવાદ ઉપરથી થશે.