________________
છે, તે કારણથી યોગ્ય વર છે. માટે અંજનાસુંદરી શ્રી પવનયને આપો.”
સંસારરસિક આત્માઓની દૃષ્ટિ સંસારની રસિકતા તરફ જ હોય, એટલે એ દૃષ્ટિએ શ્રી વિદ્યુતપ્રભ શ્રીમતી અંજનાસુંદરી માટે પતિ તરીકે યોગ્ય ન ભાસે, એ સ્વાભાવિક જ છે. માત્ર અઢાર વર્ષના છે આયુષ્યવાળા અને એજ ભવમાં મુક્તિએ નાર શ્રી વિઘુપ્રભ સંસારમાંથી શીધ્ર જ નીકળી જનારા હોય, એ તદ્દન સમજી શકાય તેવી બાબત છે. એટલે સંસારના લ્હાવો લેવામાં આનંદ માનનાર આત્મા, પોતાના સ્વામિની પુત્રીનું તેવા વિરાગી આત્મા સાથે પાણિગ્રહણ કરાવવાનું ન જ કહી શકે, એ બનવાજોગ છે. પણ આ સ્થળે વિચારનારાઓ વિચારી શકે તેમ છે કે વૈરાગ્ય વગેરે આત્મધર્મો ઉંમરની સાથે સંબંધ રાખવા કરતાં, આત્માની લઘુકર્મિતા સાથે અને પૂર્વેની આરાધના સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને એથી જ આજે વૈરાગ્યની સામે નાની વયની કે સંસારના બીન અનુભવની દીવાલ ઉભી કરનારાઓ તદ્દન બાલીશ આત્માઓ છે.” માટે એવા બાલીશ ઈચ્છાવાળા આત્માઓની દલીલ ઉપર સહેજ પણ લક્ષ્ય આપવું, એ કલ્યાણના કામી આત્માઓ માટે લેશ પણ યોગ્ય નથી. એવા બાલીશ આત્માઓ શાસ્ત્રસિદ્ધ સત્યને સમજ્યાં હોય અને તેઓમાં સમજવા જેટલી જો થોડી પણ લાયકાત હોય, તો તેઓને સમજાવવા માટે ઉચિત પ્રયત્નો કરવા એ ઠીક છે, અન્યથા તો તે પામરો કેવળ ઉપેક્ષાને પાત્ર છે. કારણ કે તે આત્માઓને શુદ્ધ સત્ય માર્ગનો પ્રેમ તો નથી, પણ ઉલ્ટો વિરોધ છે. તો એવા ઘોર પાપાત્માઓ સાથે ચર્ચામાં ઉતરવું, એ પણ કદાચ આત્મહિતને ચૂકવા જેવું છે.
હવે જે સમયે શ્રી મહેન્દ્ર રાજા પોતાની પુત્રી શ્રીમતી અંજનાસુંદરી માટે આ રીતે વરની પસંદગીમાં પડ્યા છે, તે જ સમયે બધાય વિઘાઘરેન્દ્રો પોતપોતાના પરિવાર સાથે સર્વ ઋદ્ધિપૂર્વક
ફૂર કર્મની મશ્કરી:૫વનંજય અને અંજતા...૭
૨૨૯ રાક્ષશવંશ
અને વાનરવંશ