________________
જૈન રામાયણઃ,
૧૯૬
- રજોહરણની ખાણ ૬ કુમાર' નામનો વિશ્વાવસુનો દીકરો થયો અને ત્યાં નિયાણાવાળું તપ કરીને તથા કાળયોગે મરીને પૂર્વજન્મનો તારો મિત્ર હું ચમરેંદ્ર થયો છું."
આ પ્રમાણે મને કહીને તે ચમરેંદ્ર ‘શૂલ' નામનું હથિયાર આપ્યું, કે જે બે હજાર યોજન સુધી દૂર જઈને અને કહેલું કાર્ય કરીને પાછું ફરે છે.
મધુએ કહેલી ઉપરની વાત સાંભળીને શ્રી રાવણે ભક્તિ અને શક્તિથી શોભતા એવા “મધુકુમાર'ને પોતાની મનોરમા' નામની કન્યા
આપી.
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
કુલપુત્ર શ્રી પ્રભવની કુળવટ કુલપુત્ર શ્રી પ્રભવની કુળવટ ખાસ વિચારવા યોગ્ય છે. ખરેખર, કુળવટ વસ્તુ જ એવી છે કે તે આત્માને બનતા સુધી અધમ વિચારોનું પાત્ર બનવા જ ન દે અને કદાચ કોઈ કારણે કોઈ આત્મા અધમ વિચારોનું પાત્ર બની જાય, તોપણ તે આત્માથી તે વિચારોને વાણીમાં ઉતારી શકાતા નથી. પ્રસંગ મળવાથી કદાચ તે આત્મા પોતાના પાપવિચારોને વાણીમાં ઉતારી દે, તે છતાં પણ તે પોતાના પાપવિચારોને વર્તનમાં મૂકવા જેટલી અધમદશાએ તો નથી જ પહોંચી શકતો. અને આવી કુળવટનો સંપૂર્ણ સાક્ષાત્કાર આપણને આ કુલપુત્ર શ્રી પ્રભવે કરાવ્યો.
શ્રી રાવણની મેરુગિરિ યાત્રા