________________
“fë નાથુનિવૐ વૈર - મન્ના (વંતુ વંશનમ્ ? તતિ વિનયસિહં - રોત શૈર્યતં સ્મર ૪૧.”
“હે પિતાજી ! આ રાવણની સાથે આપણને કાંઈ હમણાંનું જ વેર નથી, પરંતુ વંશની પરંપરાથી ચાલ્યું આવતું વેર છે, પિતાજી ! વધુમાં આપ એ સાંભળો કે પિતા શ્રી વિજયસિંહજીને મારી નાખનારા આ રાવણના પક્ષના જ રાજાઓ હતા.'
માટે "एतत्पितामहस्यापि, मालिनो यन्मया कृतम् । तदस्यापि करिष्यामि, समायात्वेषको ह्ययम् ॥२॥"
‘હું તો એ રાવણના પિતામહ-દાદામાલિનું જે મેં કર્યું તેમ જે આ રાવણનું પણ કરીશ, માટે આ રાવણ ખુશીથી આવો એની કશી જ દરકાર નથી.'
અર્થાત્ આ રાવણના પિતામહ ‘માલીરાજા'ને જેમ મે મારી નાખ્યા, તેમ આ રાવણને પણ હું મારી નાખીશ, માટે આપ નચિંત રહો. એ જ કારણથી
"स्नेहतः कातरो मा भूः, सहजं धैर्यमाश्रय ।। स्वसुनोः सर्वदा दृष्टं, किं न वेत्सि पराक्रमम् ॥३॥"
“હે પિતાજી ! આપ સ્નેહના યોગે કાયર ન થાઓ અને આપના સ્વાભાવિક વૈર્યને આપ ધારણ કરો. બીજું પોતાના પુત્રના હંમેશા જોયેલા પરાક્રમને શું આપ નથી જાણતા? અર્થાત્ પોતાના પુત્રના પરાક્રમને આપ જાણો જ છો.
શ્રી રાવણના દૂતનું સૌષ્ઠવભર્યું કથન આ પ્રમાણે “શ્રી ઇંદ્રરાજા' પોતાના પિતાની સમક્ષ કહી રહેલ છે, એટલામાં જ દુર્ધર એવા શ્રી રાવણે સેનાઓથી ‘રથનૂપુર નગરને ચારે બાજુએથી ઘેરી લીધું અને પતિ છે પરાક્રમ જેનું એવા શ્રી રાવણે પ્રથમ જ પોતાનો દૂત મોકલ્યો અને શ્રી રાવણની આજ્ઞાથી આવેલા તે અતિશયપણાવાળા દૂતે શ્રી ઇંદ્રરાજાને ઉદ્દેશીને કહેવા માંડ્યું કે
વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭
૨૧ ૧ રાક્ષશવંશ ગર ૨૧૧ અને વાનરવંડા (,