________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૨૨૨
શાસનથી સુવાસિત થયેલો આત્મા શાસન કે શાસનસેવક ઉપરનાં અઘટિત આક્રમણને પોતાની છતી શક્તિએ કેમ જ જોઈ શકે ? આત્મનાશક માનપાન ખાતર કે અજ્ઞાનીની ખોટી વાહ-વાહ ખાતર એક લેશ પણ દુભાયા વિના કેમ જસહી શકે ? શાસનના આધારે જે જીવતા અને શાસનના જ સુપ્રતાપે સુપ્રતિષ્ઠાને પામેલા આત્માઓ જે સમયે શાસનનો કે શાસનના કોઈ પણ અંગનો નાશ જુએ, તે સમયે પોતાની જો સુપ્રતિષ્ઠાને જ જોયા કરે, તો તે આત્માઓની કર્તવ્યહીનતાનો અને વ્યવહારદૃષ્ટિએ તો નીમકહરામીનો ખ્યાલ આપવા માટે ક્યા શબ્દો વાપરવા એ પણ વિચારવા જેવું છે, કારણકે એવા માનાકાંક્ષી આત્માઓ વિરાધક ભાવને પામી પોતાના આત્માને
સ્થાનહીન બનાવી મૂકે છે. આ વસ્તુને સમજ્વારા આત્માઓ યોગ્ય સમયે પોતાની ફરજ્જો ખ્યાલ કેમ જ ચૂકે ? બીજું ‘પરમત્યાગી મુનિવરનો એટલે શાસનનો જ. કારણકે શાસન અને મુનિવર એ ઓતપ્રોત વસ્તુ છે, તેનો તિરસ્કાર એ આત્માને ગમે તેવી સારી દશામાંથી પણ નીચે પટક્યા વિના નથી રહેતો અને કરેલ કર્મોનો ભોગવટો ચિરકાળે પણ કર્યા વિના નિસ્તાર થતો નથી.' આ પણ એ તારક મુનિવરની દેશનાથી સ્પષ્ટ થયું. ખરેખર, જ્ઞાનીઓની દેશનામાંથી વિચારક અને કલ્યાણનો અર્થ આત્મા ઘણું-ઘણું પામી શકે છે. એ જ ન્યાયે
‘“ત—છુત્વા હત્તવીર્યસ્ય, રાજ્યં ત્વાંગનન્મનઃ |
અંદ્રઃ પર્યવનત્તÇો-વ્રતવાઘ થયૌ શિવમ્ રોગ'
‘શ્રી ઇંદ્રરાજાએ તે જ્ઞાની મુનિવરના તે કથનને સાંભળીને પોતાના પુત્ર શ્રી દત્તવીર્યને રાજ્ય આપીને પોતે ીક્ષા અંગીકાર કરી અને તે પછી ઉગ્ર તપસ્વી બનીને તે રાજર્ષિ શિવપદને પામ્યા.'