________________
જૂર કર્થીની
૨ક૨ીક પાવજય અને
જવા
શ્રી હનુમાનના માતા-પિતા તરીકે પવનંજય અને અંજનાના નામ પ્રસિદ્ધ છે. જૂરકર્મોની મશ્કરીનું પાત્ર બનેલી શ્રીમતી અંજનાસુંદરીની હદયદ્રાવક જીવનકથામાં, કલ્પનાના તોરે ચાલનારા અહંપ્રધાન જીવોની કષાયાધીનતાનું જેમ દર્શન થાય છે, તેમ સતીસ્ત્રીઓ પોતાના સતીત્વનો આધાર પતિને માને છે એ વિધાનને ચરિતાર્થ કરતી અંજનાસુંદરીના આદર્શ જીવનનું પણ દર્શન થાય છે.
આ પ્રસંગના વર્ણનમાં પ્રવચનકાર મહર્ષિદેવે વિષયાવેશની ભયંકરતા વર્ણવવા સાથે મહાસતીના સતીત્વને દૃષ્ટાંત બનાવી સાધુતાના સાધકોને સુંદર માર્ગદર્શન આપ્યું છે. તો મા-બાપની આંજ્ઞાના નામે પ્રભુ આજ્ઞાનો અપલાપ કરનારાઓની ખબર પણ લીધી છે.
છેલ્લે ત્રણ પ્રસંગોમાં ઝૂરકર્મોની મશ્કરીને હૂબહૂ રજૂ કરી છે. આ રીતે આ પ્રકરણ ખૂબ જ સંવેદનશીલ બન્યું છે, ચાલો, આપણે સ્વયં વાંચીએ.
-શ્રી
૨૨૫