________________
b-lely pèpb pe lābelè
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૨૧૮
સ્વ અને પરના હિતનો જ ઉદ્યમ આરંભે છે. આ વાતનો સાક્ષાત્કાર આ શ્રી ઇંદ્રરાજાના સંબંધમાં આપણને થશે.
સદ્ગુરુનો સમાગમ અને શિવપદની પ્રાપ્તિ
આપણે જોઈ ગયા કે ‘શ્રી ઇંદ્રરાજા મહારાજા શ્રી રાવણથી થયેલા ભયંકર પરાભવના યોગે અતિશય ઉદ્વિગ્નપણે જીવન જીવી રહ્યા છે.' અને એ સંભવિત પણ છે, કારણકે તેસ્વી આત્માઓ માટે તેની હાનિ ભયંકર ઉદ્વેગનું જ કારણ છે. સાચા તેજસ્વી આત્માઓ ગમે તેવા ઉદ્વેગના સમયમાં પણ એવી કાર્યવાહી નથી જ આચરતા, કે જેથી તે આત્માઓ કર્તવ્યપંથને વિસરી અકર્તવ્યના આચરણમાં ઉદ્યમશીલ બની જાય ! તેવા આત્માઓ ઉદ્વેગના સમયમાં રંગરાગ, ભોગસુખ અને વિષયવિલાસને વિસરી જાય એ બને, પણ પોતાના ધર્મકર્મને ભૂલી જાય એ કદી જ નથી બનતું એ જ કારણે જે સમયે ‘શ્રી ઈંદ્રરાજા' ઉદ્વિગ્નપણે ‘રથનૂપુર’ નગરમાં પોતાનું જીવન જીવી રહ્યા છે, તે જ સમયે કોઈ એક દિવસે તે ‘રથનૂપુર' નગરમાં ‘શ્રી નિર્વાણસંગમ' નામના જ્ઞાની મુનિ સમોસર્યા. મુનિ પધાર્યાના સમાચારને જાણી ‘શ્રી ઇંદ્રરાજા' ઉદ્વિગ્ન હોવા છતાંપણ તે મુનિવરને વંદન કરવા માટે જે સ્થાને મુનિવર પધાર્યા હતા તે સ્થાને આવ્યા અને વંદનાદિક કર્યા બાદ, શ્રી ઇંદ્રરાજાએ તે જ્ઞાની મુનિવરને પ્રશ્ન કર્યો કે
‘હે ભગવાન્ ! ક્યા કર્મને યોગે હું રાવણથી આવા તિરસ્કારને પામ્યો ?’ ભાગ્યશાળીઓ ! વિચારો કે આ પ્રશ્નમાં ‘શ્રી રાવણ'ના પ્રતિ તિરસ્કારનો એક અંશ પણ છે ? નહિ જ! પ્રભુશાસનને પામેલા આત્માઓની આ જ એક ખૂબી હોય છે. પ્રશ્નમાં માત્ર એક જ વાતની પૃચ્છા છે કે ‘શ્રી રાવણ' તરફ્થી થયેલા આવા તિરસ્કારમાં મારા ક્યા કર્મની જવાબદારી છે ?' ખરેખર, આવો વિચાર જ આત્માને ઉન્નત દશાએ પહોંચાડનાર છે કારણકે આવા વિચારના પરિણામે ગમે તેવા