________________
પ્રસંગે પણ અન્ય પ્રત્યે દુર્ભાવ આવવાને બદલે, પોતાના જ કર્મ ઉપર દુર્ભાવ આવે છે અને એના પરિણામે એવું કર્મ બંધાય તેવી કરણી કરતાં આત્મા આપોઆપ જ અટકી પડે છે એટલું જ નહિ પણ જ્ઞાનીઓની આજ્ઞા મુજબ પોતાનું જીવન ઘડીને થોડા સમયમાં આત્માના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરી ઈષ્ટસ્થાને પહોંચી શકે છે. પણ વાત એ છે કે એવો ઉત્તમ જાતિના વિચારો દરેક આત્માને આવી શકતા નથી. આવા ઉત્તમ વિચારો પ્રભુશાસનને પામેલા આત્માઓને કે પામવાની તૈયારીવાળા આત્માઓને જ આવવા શક્ય છે. અને એ જ પ્રભુશાસનની વિશિષ્ટતા છે. માટે આ વિશિષ્ટતાને વિચારી સહુએ પોતપોતાની દશાનો વિચાર કરવો, એ અતિશય જરૂરી છે.
હવે ‘શ્રી ઇંદ્રરાજાના તે પ્રશ્નનો ઉત્તર આપતા પરમજ્ઞાની ‘શ્રીનિર્વાણસંગમ' મુનિવર શ્રી ઇંદ્રરાજાના પૂર્વભવનું વર્ણન કરે છે અને તે કરતાં ફરમાવે છે કે “પૂર્વે ‘અરિજય' નામના નગરમાં ‘વલનસિંહ' નામનો એક વિદ્યાધરોનો રાજા હતો અને તે વિદ્યાધરોના અગ્રણીની ‘વેગવતી' નામની પ્રિયા હતી. તે બેને એક ‘અહિલ્યા' નામની રૂપવતી દીકરી થઈ. તે દીકરીના સ્વયંવરમાં સઘળા વિદ્યાધર રાજાઓ આવ્યા િ હતા. તેઓમાં ચંદ્રાવર્ત નગરનો ઈશ્વર શ્રી આનંદમાલી' નામનો રાજા આવ્યો હતો અને સૂયાવર્તનગરનો સ્વામી ‘તડિપ્રભ' નામનો તું પણ ત્યાં આવ્યો હતો. સાથે આવેલા એવા પણ તને તજીને ‘અહિલ્યા' પોતાની ઇચ્છાથી ‘આનંદમાલી' ને વરી અને એ રીતે તારો ત્યાં પરાભવ થયો ત્યારથી આરંભીને તું મારી હયાતિમાં પણ આ આનંદમાલી આ અહિલ્યાને પરણ્યો ?” આ પ્રમાણે ‘શ્રી આનંદમાલી' પ્રત્યે ઈર્ષાળું બન્યો. આ પછી “શ્રી આનંદમાલી' નિર્વેદ થવાથી કોઈ એક દિવસે દીક્ષા અંગીકાર કરી અને તીવ્ર તપને તપતા તે “શ્રી આનંદમાલી' નામના ઋષિ અન્ય ઋષિઓની સાથે વિહાર કરવા લાગ્યા. કોઈવાર ઋષિપુંગવો સાથે વિહાર કરતા-કરતા તે “શ્રી આનંદમાલી' નામના ઋષિ ‘રથાવર્ત' નામના
વિનાશકાળે વિપરીત બુદ્ધિ..૭
૧૯
રાક્ષશવંશ અને વાનરવંશ