________________
ઇંદ્રરાજાને બાંધી લીધો. આથી હર્ષ પામેલા અને ઉગ્ર કોલાહલ કરતા રાક્ષસવીરોએ નીચેથી જેમ મધપુડાને ભમરીઓ વીંટી લે, તેમ તે હાથીને ચારેબાજુથી વીંટી લીધો. આ રીતે શ્રી રાવણે શ્રી ઇંદ્રરાજાને પકડી લેવાથી, શ્રી ઇંદ્રરાજાનું સૈન્ય પણ સર્વ બાજુથી નાશભાગ કરવા લાગ્યું, કારણકે નાથ જીત્યા પછી પાતિઓ જીતાઈ જ જાય છે શ્રી ઇંદ્ર રાજા ઉપર જીત મેળવ્યા પછી શ્રી રાવણ ઇન્દ્રરાજાને તેના ઐરાવણ હસ્તિની સાથે પોતાની છાવણીમાં લઈ ગયા. અને પોતે શ્રી વૈતાઢ્ય પર્વતની શ્રેણિઓને વિષે નાયક થયા. તે પછી ત્યાંથી શ્રી રાવણ પાછા ફરીને લંકાનગરીમાં ગયા અને જેમ પોપટને કાષ્ટનાં પાંજરામાં પૂરે, તેમશ્રી ઇંદ્રરાજાને કારાગારમાં પૂર્યા.
ખોટા અભિમાનના આવેશમાં જઈને પોતાના પૂજ્ય પિતાની પણ સ્નેહશિક્ષાનો સ્વીકાર નહિ કરનાર શ્રી ઇંદ્રરાજા, રાજા મટી કારાગારવાસી બન્યા અને શ્રી રાવણે તેમના ઉપર પોતાનું સ્વામિત્વ જમાવ્યું. આ સંસારમાં આવા બનાવો બન્યા જ કરે છે. હીનપુણ્ય આત્માઓ ઉપર અધિક પુણ્યવાનોનું સામ્રાજ્ય સદાને માટે બન્યું જ રહ્યું છે, બન્યું જ રહે છે અને બન્યું જ રહેશે એમાં નથી તો આશ્ચર્ય પામવાનું કારણ, કે નથી તો અકળાવાનું કારણ કારણકે કર્મજન્ય બનાવો ઉપર સમચિત્ત રહેવું એ જ ધર્મી આત્માઓનું ભૂષણ છે. એવા બનાવોથી જેઓ મૂઝાંય છે અને અકળાય છે, તેઓ વાસ્તવિક રીતે ધર્મને પામ્યા નથી, એ સુનિશ્ચિત બીના છે.
સ્નેહવશ પિતાની પુત્રભિક્ષા
શ્રી ઈંદ્રરાજાના પિતા ‘શ્રી રાજા સહસ્ત્રાર દિક્પાલો'ની સાથે લંકામાં આવી શ્રી રાવણને નમસ્કાર કરીને એક પતિની માફક અંજલિ યોજીને કહેવા લાગ્યા કે
“कैलासमुदधार्षीद्यो, लीलया ग्रावखंडवत्
જોષ્મતા તેન ાવતા, વિનિતા ન સવામહે ???
૨૧૫
રાક્ષશવંશ
અને વાનરવંશ
ܐ
વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭