________________
'શું ગરીબ રાજાઓએ પૂજ્યો તેથી આ રાવણ મદોન્મત્ત બની ગયો છે, કે જેથી તે મારી પાસેથી પણ પૂજાને વાંછે છે?"
ખરેખર, જો એમ જ હોય, તો તો "यथातथा गतो कालो, रावणस्य सुखाय सः, । कालरुपस्त्वयं काल-स्तस्येदानीमुपस्थितः ११२११"
‘રાવણનો જે કાળ જેમ-તેમ ગયો તે જ સુખને માટે ગયો, બાકી-હવે આ કાળ તો તે બિચારા માટે કાળરૂપ જ ઉત્પન્ન થયો છે, અર્થાત્ હવે તે મત્ત બનેલો રાવણ કોઈ પણ રીતે જીવી શકે તેમ નથી.'
માટે “વવા સ્વસ્વામિનો સિંહ, શત્તિ વા મયિ ટૂર ! ! સ સ-િહિનચ્ચે - હેવમેવ વિનંઢચત્તિ ૪૩ ”
હે દૂત ! તું એકદમ જા ને જઈને તારા સ્વામી પાસે જે હોય તે, એટલે કે ભક્તિ હોય તો ભક્તિ અને શક્તિ હોય તો શક્તિ મારી સામે બતાવ, અન્યથા એટલે કે જો એ તારો સ્વામી ભક્તિ કે શક્તિ એ બંનેય વસ્તુથી હીન હશે, તો તે એમને એમ વિનાશ જ પામી જશે, એમાં એક લેશ પણ સંશય ન સમજતો.'
જય અને પરાજય શ્રી ઇંદ્રના ગર્વ ભરેલા કથનને દૂતના મુખથી સાંભળીને કોપથી ભયંકર બનેલા અને મહા ઉત્સાહી શ્રી રાવણ સક્લ સૈનિકોની સાથે તૈયાર થયા. શ્રી ઈંદ્રરાજા પણ એકદમ તૈયાર થઈને પોતાના રથનૂપુર' નગરમાંથી બહાર નીકળ્યા, કારણકે વીરપુરુષો અન્ય વીરોના અહંકારરૂપ આડંબરને સહન કરતા જ નથી. આ રીતે યુદ્ધ કરવા સજ્જ થયેલા તે બંનેય રાજાઓના સામંતો સામંતોની સાથે, સૈનિકો સૈનિકોની સાથે અને સેનાના અધિપતિઓ સેનાધિપતિઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. જેમ સંવર્ત અને પુષ્પરાવર્ત મેઘોનો પરસ્પર સંફેટ થાય, તેમ તે બંને રાજાઓનાં શસ્ત્રો વર્ષાવતાં સેવ્યોનો પરસ્પર સંફેટ થયો. આ વખતે તે
'વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭
૧
૩.
રાક્ષશવંશ અને વાનરવંશ