________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૨૧૦
दुर्लध्यवनिप्राकारं दुर्लापुरमस्य च ર પ્રવિષ્ટસ્થાનુનો વધ્યા, નગ્રાહ નનવૂવરમ્ ૧૦ स त्वां प्रत्यापतन्नस्ति, युगांताग्निरिवोद्धतः । પ્રનિપાત - સુધારૃષ્ટયા, શનનીયોડન્યથા ન_g_૧૧૫''
‘તારા સેવક ‘યમ’ અને ‘વૈશ્રવણ’ ને અનાદરપૂર્વક ભગાડ્યા અને `શ્રી વાલી' મહારાજાના લઘુબાંધવ વાનરેંદ્ર શ્રી સુગ્રીવને પોતાના સેવક બનાવી દીધા તથા દુ:ખે કરીને લંઘી શકાય તેવા અગ્નિના કિલ્લાવાળા ‘દુર્ગંઘપુર’ નામના નગરમાં પેઠેલા શ્રી રાવણના નાના ભાઈએ `નલકૂબેર' ને પકડી લીધો, તે જ યુગાંતકાળના અગ્નિ જેવા ઉદ્ધત શ્રી રાવણ તારી તરફ આવી રહ્યા છે, તે ‘પ્રણિપાત-પ્રણામ` રૂપ અમૃતની વૃષ્ટિથી જ શાંત કરવા યોગ્ય છે, પણ બીજી કોઈ જ રીતે શાંત કરવા યોગ્ય નથી.'
માટે
રવિની ઘ સુતામઐ, યવ્ડ રુપવીભિમાન્ एवं ह्युत्तमसन्धानं, संबन्धात्ते भविष्यति ॥१२॥"
‘તું આ ‘રૂપિણી’ નામની તારી રૂપવતી પુત્રી શ્રી રાવણને આપ. એ પ્રકારના સંબંધથી તારે શ્રી રાવણ સાથે ઉત્તમ પ્રકારની સંધિ થશે.'
પિતાના સ્નેહશિક્ષાનો પ્રતિકાર
,
તે વાતનો અહંકારને આધીન બનેલા શ્રી ઈંદ્રે અસ્વીકાર કર્યો, એટલું જ નહિ પણ ઉલટો તે પોતાના પિતાના તે વચનને સાંભળીને કોપાયમાન થયો અને એથી તેણે પોતાના પિતાની હિતશિક્ષાનો પ્રતિકાર કરતાં કહેવા માંડ્યું કે
"".
‘ન્યા સ્વા થંવાર - સૌં વધ્યાય હ્રીયતે ’’ ‘હે પિતાજી ! આ વધ કરવાને યોગ્ય એવા રાવણને પોતાની કન્યા કેમ કરીને અપાય ?’
અર્થાત્ - આ રાવણને એ કાંઈ કન્યાને લાયક નથી. પણ વધને જ લાયક છે એવાને કન્યા આપવાની વાત કે વિચાર સરખો પણ કેમ જ થાય ? વળી