________________
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
શ્રી રાવણની મેરુગિરિ યાત્રા
પછી ત્યાંથી શ્રી રાવણે આગળ પ્રયાણ કર્યું અને શ્રી મેરૂ પર્વત ઉપર આવેલા ‘પાંડુક’ નામના વનમાં રહેલાં શ્રી જિનેશ્વરદેવના ચૈત્યોને પૂજવા માટે શ્રી રાવણ ગયા. જ્યારે શ્રી રાવણ શ્રી મેરૂ ઉપર આવ્યા, ત્યારે તેમને લંકાથી જે દિવસે નીકળ્યા તે દિવસ પછી અઢાર વરસ વીતી ગયાં હતાં. આવી રીતે દિગ્વિજય માટે નીકળેલા પણ ધર્મશીલ રાજાઓ સમયે સમયે પોતાના ધર્મકૃત્યને કદી જ નથી વિસરતા, આજ તેઓની ઉત્તમતાના પ્રબળ પુરાવાઓ છે. શ્રી મેરૂ ઉપર ‘પાંડુક’ નામના વનમાં રહેલાં શ્રી જિનેશ્વરદેવનાં ચૈત્યોને ઉત્કંઠાવાળા રાજા શ્રી રાવણે મોટી ઋદ્ધિથી અને ‘સંગીતપૂજા’ ના ઉત્સવપૂર્વક વાંઘાં. ધર્માત્માઓની ધર્મનિષ્ઠા સમયે ઝળક્યા વિના રહેતી જ નથી.
ઇન્દ્રરાજાના લોકપાલ પર ચઢાઈ
આ પછી મેરૂપર્વત ઉપર રહેલા શ્રી રાવણે ‘શ્રી ઇંદ્ર’ નામના વિદ્યાધર, કે જે પોતાને સાક્ષાત્ ઇંદ્ર જેવો માની સઘળી કાર્યવાહી ઇંદ્રના જેવી કરી, ઘણા જ અહંકારથી રાજ્ય ચલાવે છે, તેણે જે ‘નલકૂબેર’ નામના વિદ્યાધરને પોતાના દિક્પાલ તરીકે દુર્બંઘ નગરમાં સ્થાપન કરેલ છે, તે ‘નલકૂબેર’ નામના શ્રી ઇંદ્ર રાજાના દિક્પાલને પકડવા માટે શ્રી રાવણે કુંભકર્ણાદિકને આજ્ઞા કરી અને શ્રી રાવણની આજ્ઞાથી શ્રી કુંભકર્ણ વગેરે તેને પકડવા માટે ‘દુર્વ્યઘ' નામના નગરમાં ગયા. આ
૧૯૯
રાક્ષશવંશ અને વાનરવંશ
વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭