________________
ખોટી દયા ખાતર સામા આત્માની પાપયાચનાને આધીન થઈ, પોતે પણ પાપ કરવા તૈયાર થતા નથી અને એનું જ નામ સાચી વિવેકશીલતા છે.
પાપથી બચવાનો સુપ્રયત્ન એ જ સાચી કુળવટ' આ પ્રસંગ આપણને સમજાવે છે કે પાપથી બચવાનો સુપ્રયત્ન, એ જ સાચી કુળવટ છે. જેમ સમ્યગદષ્ટિ આત્મા સંસારના ત્યાગમાં અને મોક્ષની સાધનામાં જ ઉદ્યમશીલ હોય છે, તેમ કુળવાન આત્મા પાપથી બચવાના સુપ્રયત્નમાં જ રક્ત હોય છે. સમ્યગ્દષ્ટિ આત્માને જેમ આખો સંસાર અકારો લાગે છે તેમ કુળવાન આત્માને પાપ અકારું લાગે છે. જેમ સમ્યગ્દષ્ટિ આત્મા કર્મના પ્રબળ બંધન સિવાય સંસારમાં રહી શકતો નથી, તેમ કુળવાન આત્મા તીવ્ર અશુભના ઉદય વિના પાપને આધીન થતો. જનથી. આથી સ્પષ્ટ છે કે જે આત્માઓએ પાપનો ભય જ છોડ્યો તે આત્મા સમ્યગ્દષ્ટિ તો નથી જ પણ કુળવાનેય નથી, કારણકે પાપથી અભીરુતા જેવી જગતમાં બીજી કોઈ નાલાયકતા જ નથી.
આત્માને પાપનો ભય નથી, તે આત્મા ગમે તેવો હોય, તે છતાં પણ લાલાયક જ છે. એવા આત્માને તો પ્રભુના શાસને ધર્મનો અધિકારી પણ નથી ગણ્યો. આથી સ્પષ્ટ જ છે કે જેઓ ‘નિર્ભયતા ગુણના નામે યથેચ્છ પ્રવૃત્તિઓ આચરે છે અને એને ‘ધર્મ' તરીકે ઓળખાવવા મથે છે, તેઓ પોતાની જાતના સંહારક થવા સાથે, અજ્ઞાન ગતનાં પણ સંહારક જ થાય છે. એ જ કારણે એવા સંહારક આત્માની કોઈ પણ પ્રવૃત્તિને સાથ આપવો એ પોતાની કુળવટનો પણ સંહાર કરવા બરાબર છે. પરોપકારના નામે પાપની રુચિ અને પાપમાં પ્રવૃત્ત થવાની હોંશ, એ જ એક જાતની કરપીણ અકુલીનતા છે. એવી જાતની અકુલીનતામાં પડેલા આત્માઓ તરફથી થતી પરોપકારની વાતોમાં એ જ ભયંકર અજ્ઞાનતા છે અને એવી અજ્ઞાનતાથી બચાવી લેવા માટે જ, શ્રી જૈનશાસને વચનવિશ્વાસ કરતાં પુરુષવિશ્વાસની વધુ
વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭'.
૨૦૭ રાક્ષશવંશ
22
અને વાનરવંશ (