________________
જૈન રામાયણઃ
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જોહરણની ખાણ ૨૦૬ આત્માને પાપના અખતરાઓને રસપૂર્વક કરવાની કે કરાવવાની બુદ્ધિ ઉત્પન્ન કેમ જ થાય અને પરમતારક પરમષિઓ પ્રત્યે અને તે પરમષિઓએ પ્રણીત કરેલા માર્ગ પ્રત્યે અરોચકતા કેમ જ પેઘ થાય તથા વધુમાં એ અરોચતાના કારણે મહાપુરુષોને નીંદવા અને નીંદાવવા જેવી દુષ્ટ બુદ્ધિ પણ કેમ જ થાય ? શ્રી રાવણનો આત્મા તો સમ્યગદર્શનથી વિભૂષિત હતો અને એ જ કારણે જે સમયે જેવો જોઈએ તેવો વિવેક તે આત્માને પેદા થતો જોવાય છે. એ જ વિવેકશીલતાના પ્રતાપે શ્રી રાવણ અનેક પ્રસંગોમાં પોતાની વ્યાજબી ફરજો અદા કરી શક્યા છે અને આ ‘ઉપરંભાના પ્રસંગમાં પણ તેવી જ રીતે ફરજ અદા કરી અને ઉપરંભાને એક પણ અક્ષર બોલવા જેવી સ્થિતિમાં ન રાખી, કારણકે એકદમ પોતાના ગુરુપદે જ સ્થાપી દીધી. આથી સ્તબ્ધ બની ગયેલી તેણીને છેવટે શ્રી રાવણે કહયું કે
9મી વમિધ્વનચા, સુર્યુઃસંમવા ? कुलदयविरुद्धायाः, कलंको मा स्म भूस्तव ११३॥"
“હે ભદ્રે ! તું રાજા કામધ્વજની પુત્રી છે અને સુંદરીના ઉદરથી ઉત્પન્ન થયેલી છે, માટે બંને કુળથી વિરુદ્ધ આચરણ કરતી તને કલંક ન લાગો.'
અર્થાત્ આવી આચરણા કરવી એ બંને કુળથી વિરુદ્ધ છે, માટે તારા જેવીએ એ બંને કુળને કલંક લાગે એવી કાર્યવાહી કરવી, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. આ રીતે સમજાવીને, રોષ કરીને પિતાને ઘેર આવેલી પુત્રીને જેમ પિતા તેના પતિને ઘેર મોકલી આપે, તેમ શ્રી રાવણે પણ અદૂષિત એવી તે ‘ઉપરંભાને તેના પતિ નલકુબેર રાજાને સમર્પી.
આ જ પ્રકારે ઉત્તમ આત્માઓ પોતાની બુદ્ધિના બળે અગર વાણીના બળે પોતે પાપકર્મમાંથી બચી જાય છે અને પાપની આચરણા કરવા માટે સજ્જ થયેલ સામાના આત્માને પણ બચાવી લે છે. પણ