________________
ર |
જૈન રામાયણ ૨૦૪
રજોહરણની ખાણ
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
વિચારો કે વિષયાધીન રમણીની વિષમશીલતા કેવી અને કેટલી ભયંકર નીવડે છે? જે પતિએ જેણીને પોતાના જીગર જેવી માની અને સુખની સઘળી સાધનસામગ્રી પૂરી પાડી, તે જ સ્ત્રીએ તે પોતાના જ પતિના નાશની સામગ્રી પતિના શત્રુને પૂરી પાડી, એ શું ઓછી ભયંકરતા છે? ખરેખર, વિષયાધીનતા એ વસ્તુ જ એવી છે કે જેના યોગે તેને આધીન થયેલો આત્મા પોતાને જાગતો અને સમજતો માનતા છતાંપણ, પોતાના નાશને જોઈ કે સમજી શકતો નથી એટલું જ નહિ પણ વધુમાં તે આત્મા પોતાના ઉપકારી, હિતેષી અને વિશ્વાસુ આત્માઓને પણ અનિષ્ટ કરનારો નીવડે છે. એ જ વિષયાધીનતાના યોગે ઉપરંભા પોતાના કે પોતાના પતિના હિતાહિતનો વિચાર કર્યા વિના, શ્રી રાવણને શરણે પહોંચી ગઈ અને વિદ્યા તથા શસ્ત્રોનું સમર્પણ કરી, પોતાની સંપૂર્ણ આધીનતા બતાવી દીધી.
હવે સામગ્રીસંપન્ન બનેલા શ્રી રાવણે તે વિદ્યા દ્વારા અગ્નિના કિલ્લાને સંહરી લીધો અને પોતાના બળ અને વાહન સાથે ‘દુર્લંઘ' નગરમાં પ્રવેશ કર્યો. શ્રી રાવણને પોતાની સેના સાથે પોતાના નગરમાં પેસતો જોઈને, નલકુબેર પણ સજ્જ થઈને યુદ્ધ કરવા માટે બહાર પડ્યો. પણ તે યુદ્ધ આરંભે એટલામાં જ, હસ્તિ જેમાં ચામડાની ધમણ પકડી લે, તેમશ્રી બિભીષણે તે નલકુબેરને પકડી લીધો. તે નગરમાં દેવો અને અસુરોથી પણ ન જીતી શકાય તેવું અને શુક્રસંબંધી તથા દુર્ધર એવું સુદર્શન' નામનું ચક્ર પણ શ્રી રાવણને પ્રાપ્ત થયું. શ્રી રાવણને આ રીતે શક્તિસંપન્ન અને સામગ્રીસંપન્ન થયેલ જોવાથી 'નલકૂબેર' રાજા શ્રી રાવણને નમી પડ્યો અને નમી પડેલા ‘નલકૂબેર' ને શ્રી રાવણે તેનું નગર પાછું આપ્યું. કારણકે પરાક્રમી પુરુષો જેવા વિજયના અર્થીઓ હોય, તેવા અર્થના દ્રવ્યના અર્થી નથી