________________
છે.
જૈન રામાયણ,
* ૨ ૦ ૨.
રજોહરણના
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જ રજોહરણની ખાણ “अथ क्रुद्धो दृशग्रीव, आबभाषे बिभिषणम् । अरे, कुलविरुद्धं किं, प्रतिपन्नमिदं त्वया ? १११॥" "हृदयं जातुचिहतं, परस्त्रीणां च कैरपि । अस्मत्कुलभवैर्मूढः, रणे पृष्ठं विषामिव ११२।१"
'અરે ! આ કુળ વિરુદ્ધ એવું તે શું અંગીકાર કરી દીધું ? હે મૂર્ખ ! આપણા કુળમાં ઉત્પન્ન થયેલા પુણ્યપુરુષોએ કદી પણ જેમ દુશ્મનોને પીઠ નથી આપી, તેમ પરસ્ત્રીઓને હદય નથી આપ્યું.'
આથી "नवः कुलकलंकोऽयं, वचसापि कृतस्त्वया । રે ધમષા . વેર્યા તે, મતિર્લેનેટુંમદ્રવ: રૂ!”
ખરેખર, તે વચનથી પણ આપણા કુળમાં નવું જ કલંક લગાડ્યું છે ! રે ભાઈ બિભીષણ ! તને આ કેવી જાતની મતિ ઉત્પન્ન થઈ કે જેથી તે આ પ્રમાણે બોલી પડ્યો?'
વિચારો ભાગ્યશાળીઓ ! કુલીન પુરુષોને પોતાની કુળવટની કેવી અને કેટલી કાળજી હોય છે? અનુચિત કબૂલાતથી પણ કુલીન આત્માઓ કેવા અને કેટલા ખળભળી ઊઠે છે ? કુલીનતાનો આવો અને આટલો ખ્યાલ, જો તીવ્ર પાપનો ઉદય ન હોય, તો અવશ્ય પાપમય અનુચિત કામથી આત્માને બચાવી લે છે. આ જ કારણે અનંત જ્ઞાનીઓએ ઉત્તમકુળની પણ મહત્તા વર્ણવી છે. પોતાની જાતિ કે કુળનો ખ્યાલ રાખ્યા વિના, આજે યથેચ્છ રીતે વર્તનારાઓએ શ્રી રાવણના આ ઉદ્ગારો ખાસ મનન કરવા યોગ્ય છે અને એના મનન દ્વારા ઘણું-ઘણું સમજાવાનું છે અન્યથા મળેલું ઉત્તમકુળ અને ઉત્તમજાતિ પોતાને માટે નિષ્ફળ કરવા સાથે તે-તે ઉત્તમ જાતિમાં અને કુળમાં કલંકિત તરીકેની ગણના પામીને જ મરી જવું પડશે અને એના પરિણામે ઉભય લોકનો નાશ જ થશે. એ સિવાય બીજો કોઈ જ ખાસ