________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૨૦૦
જાય તે પહેલાં જે તે ‘શ્રી ઈંદ્ર’ રાજાના દિક્પાલ નલકૂબેરે પ્રથમથી જ સર્વ તૈયારી કરી રાખી હતી. નલકૂબેરે આશાલી નામની વિદ્યાથી પોતાના નગરની ચારે બાજુએ સો યોનના પ્રમાણને અગ્નિમય કિલ્લો બનાવ્યો હતો અને તે કિલ્લા ઉપર અગ્નિમય જ યંત્રો બનાવ્યાં હતાં, કે જે યંત્રોમાંથી નીકળતા જ્વાળાના સમૂહોથી જાણે કે આકાશમાં અગ્નિ પેદા કરતાં હોય તેમ લાગતું હતું. આવી રીતે અગ્નિનાં જ યંત્રોથી વ્યાપ્ત બનેલા સો યોજ્મના અગ્નિમય કિલ્લાનું આલંબન લઈને, ભયથી વીંટાયેલો અને ક્રોધથી સળગતો નલકૂબેર ‘અગ્નિકુમાર' દેવની જેમ ઊભો રહ્યો. સૂઈને ઊઠેલા મનુષ્યો જેમ ગીષ્મઋતુના મધ્યાહ્નકાળના સૂર્યને ન જોઈ શકે, તેમ કુંભકર્ણ આદિ પણ ત્યાં આવીને તે કિલ્લાને જોવા માટે પણ શક્તિમાન ન થઈ શક્યા.
આ ‘દુર્વ્યઘપુર' ખરેખર દુર્લધ્ય છે, એમ માનીને ભગ્ન ઉત્સાહવાળા થયેલા તે કુંભકર્ણ વિગેરે પણ કોઈ રીતે પાછા ફરીને શ્રી રાવણ પાસે આવ્યા અને રાવણને એ સઘળી સ્થિતિ જણાવી. આથી શ્રી રાવણ પોતે ત્યાં આવ્યા અને તેવા પ્રકારના તે કિલ્લાને જોઈને તેને ગ્રહણ કરવાના કોઈપણ ઉપાયને નહિ જોઈ શકતા તેણે પોતાના બંધુઓ સાથે ઘણા સમય સુધી વિચાર ર્યો કે ‘આ કિલ્લાને વશ કઈ રીતે કરવો ?' તે છતાંપણ કોઈ ઉપાય હાથ નથી લાગતો, પણ પુણ્યશાળીઓનું પુણ્ય હંમેશા જાગતું જ હોય છે અને એ પુણ્ય ગમે તેવા સંયોગો ઊભા કરીને પણ ઇષ્ટ સિદ્ધિના પ્રસંગો ઊભા કરી શકે છે. શ્રી રાવણની કુળવટ
પુણ્યશાળી આત્માઓનું પુણ્ય અનુકૂળ સંયોગ ઊભા કર્યા વિના રહેતું જ નથી, તે ન્યાયે શ્રી રાવણ આ કિલ્લાને જીતવા આવે તે પહેલાંથી જ નલકૂબેરની પત્ની શ્રી રાવણના ગુણોથી શ્રી રાવણ પ્રત્યે અનુરાગવાળી થયેલી જ હતી, એટલે તેણીની દૂતીએ આવીને શ્રી રાવણને કહ્યું કે