________________
હોતા. આ રીતનું થઈ ગયા પછી શ્રી રાવણે ઉપરંભાને પણ કહેવા માંડ્યું કે
"उपरंभामप्युवाच, दशास्यः स्वकुलोचितम्। भद्रे ! भजात्मभर्तारं, कर्तारं विनयं मयि १११"
હે ભદ્ર ! મારે વિષે વિનયને કરવાર, એટલે કે મારી સાથે આવી રીતના વિનયથી વર્તનાર એવા આ તારા પતિને તું તારા કુળના ઔચિત્ય મુજબ ભજ, એટલે કે સેવ.”
- આ રીતે શ્રી ઉપરંભાને કુળનું ઔચિત્ય સમજાવ્યા પછી, તેને પોતાની માનવતાનું અને વિવેકીતાનું ભાન કરાવતાં શ્રી રાવણ કહે કે
“વિદ્યાદ્ધિાનાર્ ગુરુસ્થાને, મલ્મ ત્વમર સંપ્રતિ ? स्वसृमातृपढे पश्या - म्यन्या अपि परस्त्रियः ॥२॥"
હે ભદ્રે ! બીજી પરસ્ત્રીઓને હું બહેન અને માતાના સ્થાને જોઉં છું, એટલે કે સઘળી પરસ્ત્રીઓને બહેન અને માતા તરીકે માનું છું. અને તું તો હાલમાં વિદ્યાનું ઘન કરવાથી મારે માટે ગુરુસ્થાને છે.'
વિચારો કે વિવેકી આત્માને સમયે કેવી જાતિની સદ્ગદ્ધિ પેદા થાય છે ? ખરેખર, દર્શન વિનાનું જ્ઞાન જ્યારે પાપ પેદા કરનારી બુદ્ધિને પેદા કરે છે, ત્યારે દર્શનવાળું જ્ઞાન પાપથી બચાવનારી બુદ્ધિ પેદા કરે છે, અને એ જ કારણ છે કે “જ્ઞાન વધે તેમ-તેમ પાપથી પાછું હઠવું જ જોઈએ આ શ્રી જૈનશાસનની અવિચલ માન્યતા છે. પણ જે બિચારાઓ આજે જ્ઞાનોદ્યોતનો કાળ માની દર્શનના ઉદ્યોતની ગૌણતા કરવાની વાતો કરે છે, તેઓ આજે પોતાની જાતને ભયંકર પાપાચારમાં જ પ્રવર્તાવી રહ્યા છે અને એમાં એ બિચારાઓનો દોષ કહેવા કરતાં, એ પામરોનાં મિથ્યાજ્ઞાનનો જ દોષ કહેવો એ વધુ ઠીક છે કારણકે દર્શનના ઉદ્યોતને ગૌણ માનનારા આત્માઓને સમ્યગુજ્ઞાન મિથ્યાજ્ઞાન તરીકે જ પરિણામ પામે, એમાં કશું જ આશ્ચર્ય નથી. અન્યથા, જ્ઞાનવાન
વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭
૨૦૫ રાક્ષશવંશ
અને વાનરવંશ