________________
લાભ મળી શકે તેમ નથી અને આ જ કારણથી શ્રી બિભીષણ પણ પોતાના વડીલ બંધુના સાચા ઉપાલંભનો વિરોધ નહિ કરતાં, નમ્રપણે અને તે પણ પોલિસીથી જ પોતાનો બચાવ કરી લેવાનું જ ઉચિત ધારે છે અને એથી ઘણી જ શાંતિથી અને નમ્રપણે શ્રી બિભીષણ પોતાના વડીલ બંધુ પ્રત્યે વિતાવે છે કે
“ધમષળડણૂંવાધૈવ, પ્રસીદ્ધાર્થ મહામુન છે ? ન વામામં વેociા, વિશુદ્ધર્મનાં નામ્ ?”
“હે મહાપરાક્રમી પૂજ્ય ! આપ પ્રસન્ન થાઓ, કારણકે વિશુદ્ધ મનવાળા મનુષ્યોને માત્ર વાણી જ કલંક માટે નથી થઈ જતી.”
માટે “सा समायातु विद्यां ते, प्रयच्छतु स च द्विषन् । वश्योऽस्तु मा भजेथास्तां, वाचोयुक्त्या परित्यजे ११२॥"
હે પૂજ્ય ! તે નલકૂબેરની પત્ની અત્રે આવો, આપને આશાલી' નામની વિદ્યા આપો અને આપને તે વિદ્યા દ્વારા તે દુશ્મન વશ થાઓ, તે પછી આપ તેણીનો સ્વીકાર નહિ કરતા પણ વચનની યુક્તિથી તેણીનો પરિત્યાગ કરજો.’ ( આ પ્રમાણેના શ્રી બિભીષણના કથનને જેટલામાં શ્રી રાવણ અનુમતિ આપે, તેટલામાં શ્રી રાવણને ભેટવામાં આસક્ત બનેલી નલકૂબેરની પત્ની ‘ઉપરંભા” આવી પહોંચી.
વિષયાધીન રમણીતી વિષમશીલતા અને પોતાની વિષયવાસનાને આધીન થઈને, પોતાની ફરજ્જો એક લેશ પણ ખ્યાલ કર્યા વિના અને શ્રી રાવણને માંગવાની પણ તકલીફ આપ્યા વિના, પોતાના પતિએ નગરમાં, એટલે કે નગરને ફરતી કિલ્લારૂપ બનાવેલી આશાલિકા' નામની વિઘાને અને કદીપણ નિષ્ફળ ન જાય તેવાં અને વ્યંતર દેવોથી અધિષ્ઠિત થયેલાં શસ્ત્રોને શ્રી રાવણની સેવામાં સમર્પિત કર્યા.
વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭
૨૦૩ રાક્ષશવંશ
અને વાનરવંશ