________________
ચણ ૧૮૪
આ રજોહરણની ખાણ ૧૯૪
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
એથી તેવા આત્માઓ તરફથી કરવામાં આવતો ભૂલનો સ્વીકાર, એ પણ એક જાતનો ભયંકર દંભ જ હોય છે. માટે શાણા આત્માઓએ એવી જાતના પહેલા નંબરના દંભીઓથી ખાસ સાવધ રહેવા જેવું છે કારણકે જે વસ્તુ પાપક્ષય માટે જરૂરી હોય છે અને સાધનરૂપ છે, તે માનતા ભૂખ્યા અને દુનિયાની વાહવાહમાં પડી પોતાપણાને વિસરી નાર આત્માઓને પાપ વધારવાના જ કારણરૂપ બની રહે છે. એ આત્માઓ એમની દુર્ભાવનાથી એ સર્વસ્તુને પણ અસદ્ બનાવી મૂકે છે. એટલે કેટલાકો પોતાના દોષ સ્વીકારવા બહાના નીચે જગતને ઊંધા પાટા બંધાવવાને પણ મથનારા હોય છે. એટલે એવાઓથી સાવધ રહેવાની ખૂબ જરૂર છે.
પોતાની પત્ની વનમાલા ને પોતાના મિત્રના મકાને રવાના કર્યા | પછી, ગુપ્ત રીતે પાછળથી પ્રભવના મકાને આવેલા રાજા સુમિત્ર'
પણ, પોતાના પરમમિત્ર પ્રભવે વનમાલા' ને ઉદ્દેશીને કહેલાં વચનોને સાંભળ્યાં ને તેથી તે
“સુહૃઢ સત્ત્વમાનોdય, પ્રર્વેદ નહર્ષ ઘ ''
પોતાના મિત્રના સત્તને જોઈ તે ખૂબ જ આનંદ પામ્યો. રાજા સુમિત્રને એમ થયું કે મારો મિત્ર પરમ સુજાત છે. મેં પરાક્રમ કર્યું. તેના કરતાંય કંઈ ગણું વધારે પરાક્રમ મારા આ મિત્રે કર્યું છે.” એથી જ રાજા સુમિત્રને પરમ આનંદ થયો.
પણ
કુલપુત્ર પ્રભવ તો કુલવાન હોવાથી અને પાપને પાપ તરીકે સમજી શકતો હોવાથી, તેને મન જીવવું એ મરવા કરતાંય ભૂડું થઈ ગયું.
ખરેખર, સાચા કુળવાન જ તે, કે જેઓને પાપના વિચારો ખટકે. - તેઓ પાપની પ્રશંસા પ્રાણાંતે પણ ન જ કરે, એ વાત તો નિશ્ચિત જ છે.
આથી જ ઉત્તમકુળના આત્માઓ પાપ કરવામાં ઘણા જ પાંગળા હોય છે, અને કોઈ વખતે કોઈ તીવ્ર પાપોદય આદિના યોગે તેવા આત્માઓથી પાપવિચારો થઈ જાય, તો તે આત્માઓ પોતાના જીવનનો અંત આણવા