________________
તૈયાર થઈ જાય છે, કારણકે ‘પાપી થઈને જીવવા કરતાં પાપ થાય તે પહેલાં મરી વું એ સારું' આવી તે પુણ્યાત્માઓની પવિત્ર માન્યતા હોય છે. ‘શ્રી પ્રભવ' ના પણ ઉદ્ગારો જોતાં તે પણ પરમકુલીનો પૈકીનો જ એક આત્મા હોય, એમ આપણા સહુનો આત્મા સાક્ષી પૂરે છે, અને એ જ કારણે ‘વનમાલા’ની સમક્ષ પોતાના દોષનો સાચો અને સંપૂર્ણ એકરાર કરી, તેને માતા તરીકે સંબોધીને જવાની રજા આપી અને પતિની આજ્ઞાથી પણ પાપી એવા પોતાની સામે જોવાની કે પોતાની સાથે બોલવાનો પણ નિષેધ કર્યો.
તે પછી શ્રી પ્રભવે
‘વનમાનાં નમત્ય, વિસૃન્ય પ્રમવોડવ & સ્વશિરચ્છેદુમારેો, વાત્માષ્ય ઢાળનું ?''
‘નમસ્કાર કરીને વનમાલાને વિસર્જન કરી અને તે પછી પોતે ભયંકર ખડ્ગને ખેંચીને પોતાના જ મસ્તક્ને છેદવાનો તેણે આરંભ કર્યો.'
એટલે ‘હે મિત્ર ! સાહસને ન કર' આ પ્રમાણે બોલતા રાજા સુમિત્રે પણ એકદમ પ્રગટ થઈને તેના હાથમાંથી તલવારને પડાવી લીધી. આવે સમયે એકદમ પોતાના મિત્ર-રાજા સુમિત્રને આવેલો જોઈને શ્રી પ્રભવ પણ જાણે પૃથ્વીમાં જ પેસી જ્વાને ન ઇચ્છતો હોય, તેમ લજ્જાથી પોતાના મુખને નીચું રાખીને ઊભો રહ્યો. આ પછી રાજા સુમિત્રે પોતાના તે મિત્રને ઘણી જ મુસીબતે સ્વસ્થાવસ્થા માડ્યો અને તે પછી પૂર્વની જેમ પોતાની મિત્રતાના પાલનમાં પર એવા તે બંને જણાએ ચિરસમય સુધી રાજ્ય કર્યું અને તે પદ્મ રાજા સુમિત્રે દીક્ષા અંગીકાર કરી, અને તે અંગીકાર કરેલી દીક્ષાનું સારી રીતે પાલન કરીને, ત્યાંથી કાળધર્મ પામી તે ‘ઈશાન' નામના બીજા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો, અને ત્યાંથી ચ્યવીને તું ‘મધુ’ નામની રાણીની કૃક્ષિથી ઉત્પન્ન થયેલો, પરાક્રમી અને ‘મધુ' નામનો ‘મથુરા' નગરીના રાજા ‘હરિવાહન’નો પુત્ર થયો, અને ‘પ્રભવ' પણ ત્યાંથી ઘણા કાળ સુધી સંસારમાં ભટકીને ‘જ્યોતિમર્તિ'ની કુક્ષિથી ઉત્પન્ન થયેલો અને ‘શ્રી
૧૯૫
રાક્ષશવંશ અને વાનરવંશ
દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...પં