________________
‘નિર્લજ્જ એવા મને ધિક્કાર છે ! જેને મારે વિષે આવી જાતની મિત્રતા છે, તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવી રીતનો મહાસત્ત્વશાળી છે : નહિ તો આ વસ્તુ કોઈપણ રીતે બની શકે તેવી નથી.'
કારણકે -
‘પ્રાળા અવિ ફ્રિ હીયો, પરૌં ન પુનઃ પ્રિયા ।
રુત્તિ દ્રુમ્મેત,િ વૃત તેના મતે ૫૨૨૫’
‘પ્રેમીઓ જરૂર પડે તો બીજાને પોતાના પ્રાણો સમર્પે, પરંતુ પ્રિયાનું સમર્પણ તો કદી જ કરી શકતા નથી : આ કારણથી મારે માટે મારા પરમસ્નેહી ‘શ્રી સુમિત્ર' રાજાએ ખરેખર આ ઘણું જ દુષ્કર કામ કર્યું છે.’
એ તદ્ન સાચી વાત છે કે
“વિશુનાનાભિવાવાસ્થ્ય, નાયાવ્યું વત માતૃશામ્ । વલ્પદ્રુનાભિવાàય, નાસ્તિ āિત્તુ તાદૃશામ્'
માટે -‘જેમ દુર્જન જેવા મારા માટે કાંઈ જ બોલવા જેવું કે યાચવા જેવું નથી, તેમ ક્લ્પદ્રુમ જેવા તેના જેવા માટે કંઈપણ નહિ આપવા જેવું નથી.' “સર્વથા મચ્છુ માતાસ, નાતઃ પરમમં નનમ્ પશ્ય માપર્વ વા પાવ-રાશિ પત્યાન્નયાવિ હિ૪ ૨૨”
‘આપ અહીંથી સર્વ પ્રકારે ચાલ્યા જાવ. હે વનમાલાજી ! આપ તો મારી માતા છો અને હવે પછીથી આપ પતિની આજ્ઞાથી પણ આ પાપરાશિ માણસની સામે જોશો પણ નહિ અને તેની સાથે બોલશો પણ નહિ !'
ભાગ્યશાળીઓ ! વિચારો કે ‘ઉત્તમ કુલવટ આદિ વસ્તુઓ અવસરે કેવું અને કેટલું સુંદર કામ કરે છે ?' ખરેખર, આવે સમયે આવી જાતની ભાવના આવવી અને આ રીતે પાપથી બચી જવું અને પોતાની જાતનો એટલે પોતાની કેવળ પાપવાસનાનો સાચો અને તે પણ સંપૂર્ણ એકરાર કરવો, એ આવા પુણ્યશાળી અને ઉત્તમ કોટિના આત્માઓ માટે જ સુશક્ય છે.
આડંબરી આત્માઓ તો ભૂલનો સ્વીકાર કરતાં પણ પોતાની મહત્તાને સાચવવાની સંભાળ પૂરેપૂરી રાખે છે, અને
૧૯૩
રાક્ષશવંશ અને વાનરવંશ
દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫