________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૧૯૨
પાપ છે. પણ સંસારનો સ્વભાવ જ જુદો છે. સંસારમાં પગલે-પગલે પાપ છે. એમાંથી જે બચે તે જ ભાગ્યશાળી. અહીં તો મિત્ર પણ મિત્રને બચાવવાના મોહમાં પડ્યો છે અને સ્ત્રી, પતિના મોહે તે મુજબ કરવાને પ્રવૃત્ત થઈ અને પ્રભવને ત્યાં આવી.
‘વનમાલા'ને ત્યાં આવેલી જોઈને દિગ્મૂઢ જેવા બની ગયેલા પ્રભવને ઉદ્દેશીને તેણે કહ્યું કે –
" इत्युचे सापि राज्ञाहं, तुभ्यं दत्तास्मि सीदते । નીવાતુવિ ત∞ાધિ, વત્યાના મે વનીયસી ૧૫ मम भर्तात्वदर्थे हि प्राणानपि विमुंचति । વં પુનર્નાશી વાસી-બુટ્ટાસીનઃ વીમાક્ષસે ૨૫''
‘રાજાએ મને દુ:ખી થતા એવા તારે આધીન કરી છે, માટે જીવનરૂપ થઈને તું મને તારી આધીન બનાવ એટલે કે તારી ઇચ્છા મુજબ તું મારો ઉપયોગ કર, કારણકે મારે તો પતિની આજ્ઞા જ એક બળવાન છે.’
‘મારો સ્વામી તારે માટે પ્રાણત્યાગ પણ કરી શકે તેમ છે, તો પછી મારા જેવી દાસીને તું ઉદાસીન બનીને કેમ જુએ છે ?’
વિચારો કે આ દશામાં આત્માને પડતા એક જરાપણ વાર ન લાગે તેવા સંયોગો છે ?' રાજા જેવા મિત્રે પોતાની પત્નીને પણ સોંપી દીધી અને ‘વનમાલા’ જેવી રૂપ અને સૌભાગ્યથી શોભતી રાજપત્ની પણ આવીને હાજર થઈ અને ઇચ્છા મુજબ ઉપયોગ કરવાની પ્રાર્થના કરવા લાગી. આ સંયોગોમાં ઉત્તમ સંસ્કારો વિના, સાચી કુલવટ વિના, તીવ્ર પુણ્યોદય વિના કે ઉત્તમ કોટિના વિવેક વિના ભાગ્યે જ બચી શકાય. પણ આ બધી જ વસ્તુઓ કુલપુત્ર પ્રભવમાં હતી અને તેના જ યોગે તે પુણ્યશાળી આત્માએ હૃદયના દુ:ખપૂર્વક બોલવા માંડ્યું કે
"बभाषे प्रभवोऽप्येवं, धिविधमां निरपत्रपम् । અહો સ તે મહાસત્ત્વો, યત્ત્વે સૌહહં મહિ’