________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ
રજોહરણની ખાણ બંને મિત્રોએ કળાઓ પણ એક જ ગુરુની પાસેથી ગ્રહણ કરી હતી અને કીડાઓ પણ સાથે જ કરતા હતા. આ પછી યૌવનને પામેલો સુમિત્ર' તે નગરમાં રાજા થયો અને રાજા થયેલા તેણે પોતાના મિત્ર પ્રભવને પણ પોતાની જવો સમાન સમૃદ્ધિવાળો કર્યો. તે પછી કોઈ એક વખત અશ્વથી હરાયેલો સુમિત્ર' રાજા કોઈ મોટી અટવીમાં ગયો અને ત્યાં તે પલ્લી પતિની વનમાળા નામની દીકરીને પરણ્યો. તેણીને લઈને તે રાજા પોતાના નગરમાં આવ્યો. અંત:પુરમાં આવેલી રૂપ અને યૌવનથી શોભતી તે વનમાળા પ્રભ' જોઈ. તેના દર્શનથી માંડીને જ તે પ્રભવ' કામથી પીડિત થયો. પોતે કુળવાન છે એટલે હદયની વાત હદયમાં જ રાખે છે, પણ તે પીડાથી જેમ ચંદ્રમાં કૃષ્ણપક્ષમાં ક્ષીણતા પામે, તેમને દિવસે-દિવસે ક્ષીણ થતો ગયો. મંત્ર અને તંત્રથી પણ અસાધ્ય એવી તેની કૃશતા વધવા માંડી અને એથી અતિશય કુશ બની ગયેલા તેને ને રાજા કહે છે કે
"बाधते किं ते सम्यगाख्याहि बान्धव !"
હે બાંધવ ! તું સ્પષ્ટપણે કહે કે તને કોણ પીડા કરે છે ?” પોતાના મિત્રરાજાના આ પ્રશ્નના ઉત્તરમાં પરમ કુલીન શ્રી પ્રભવ કહે છે કે
"अभ्यधात्प्रभवोऽप्येवं, वक्तुमेत शक्यते ।
अलं कुलकलंकाय, यन्मनस्थमपि प्रभो ॥१॥"
“હે પ્રભો ! આ કોઈપણ રીતે કહી શકાય તેમ નથી, કારણકે તે મનમાં રહેલું પણ કુળને કલંકિત કરવાને સમર્થ છે.”
| વિચારો કે કુલવટ શું કામ કરે છે? પૂર્વના સંસ્કારથી વિષયોની આસક્તિથી કે વિધિવશાત્ અયોગ્ય વિચાર આવી જાય, પણ કુળવાન આત્મા તો દોષને બને ત્યાં સુધી વાણીમાં પણ ઉતારવા નથી ઈચ્છતો કારણકે મનમાં રહેલો પણ તે દોષ તેના આત્માને નિરંતર ડંખ્યા કરે છે.
પણ આ બાજુ રાજા સુમિત્ર પણ અતિશય પ્રેમી હતો અને એ