________________
કારણથી રાજા સુમિત્રે જ્યારે તે અતિ આગ્રહથી પૂછ્યું, ત્યારે તે કુલપુત્ર પ્રભવે કહાં કે
“વનમાનાજુરો મે, તેઢીર્વન્યવારમ્ ”
હે મિત્ર ! તારી રાણી વનમાળા ઉપરનો અનુરાગ, એ જ મારા શરીરની દુર્બળતાનું કારણ છે.”
આ વાતને સાંભળીને પરમસ્નેહી રાજા સુમિત્ર બોલ્યો કે રનાઠવ્યુવે રાન્ચમ, સ્વહૃથે સંત્યનીચઢમ્ હિં પુનર્મહિનામીસ - લયમવ ગુહ્યતમ્ ????”
‘મિત્ર ! તારી ખાતર હું રાજ્યનો પણ ત્યાગ કરવાને તૈયાર છું, તો આ સ્ત્રીમાત્ર શી વસ્તુ છે ? અર્થાત્ તે કશી વસ્તુ જ નથી. જો તારી દુર્બળતાનું કારણ તેણીના પ્રત્યેનો અનુરાગ જ હોય, તો આ સ્ત્રીને તું આજે જ અંગીકાર
કર !'
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
આ પ્રમાણે કહીને રાજા સુમિત્રે પોતાના મિત્ર પ્રભાવ' નામના કુલપુત્રને રવાના કર્યો અને તેની પાછળ જ જેમ એક દુતીને મોકલી આપે, તેમ પોતાની પત્ની વનમાલા'ને રાજાએ પોતે જ પોતાના મિત્રને ઘેર સંધ્યા સમયે મોકલી.
આ રીતે પરમ સ્નેહપાશથી બંધાયેલા રાજાએ પોતાની પત્નીને મિત્રને ઘેર મોકલી આપવાની સાહસિક વૃત્તિ કરી નાખી ! એણે ન વિચાર્યો પત્નીનો શીલધર્મ કે પોતાનો સાચો મિત્રધર્મ ! બંને પરમ મિત્ર હતા એ વાત સાચી, પણ મિત્રતાનીએ હદ હોવી જોઈએ ! અંતિમ પરિણામ તરફ જોતા આ રાજા એ પરિણામ કળી શક્યો હોય અને તેને અંગે આ કાર્યવાહી કરી હોય એ વાત જુદી, પણ અત્યારે તો સ્નેહને જ મુખ્યતા અપાય ! મિત્રને જીવાડવા સ્ત્રીને મોકલવાનું પણ એણે અંગીકાર કર્યું. એણે સ્ત્રીને પ્રભાવ પાસે જવાની આજ્ઞા કરી. આવી આજ્ઞા ન હોઈ શકે અને આવી આજ્ઞાનું પાલન એ પણ
22
૧૯૧ રાક્ષશવંશ
અને વાનરવંશ